છૂટાછેડાની અટકળો વચ્ચે શોએબ મલિકે સાનિયા મિર્ઝાને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

આજે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો જન્મદિવસ છે. આ અવસર પર તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે તેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. છૂટાછેડાની અટકળો વચ્ચે શોએબ મલિકે સાનિયા મિર્ઝાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમનાં ચાહકો આશ્ચર્યમાં મુકાયા છે. શોએબ મલિકે સાનિયાને જન્મદિવસની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પર સાનિયા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે સાનિયા મિર્ઝા, હું તારા સ્વસ્થ અને સુખી જીવનની કામના કરું છું. તમારો દિવસ ખુશહાલ રહે.’
આ પણ વાંચો : શું ખરેખર અલગ થઈ ગયા સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ? સાનિયાએ શેર કરી પોસ્ટ
Happy Birthday to you @MirzaSania Wishing you a very healthy & happy life! Enjoy the day to the fullest… pic.twitter.com/ZdCGnDGLOT
— Shoaib Malik ???????? (@realshoaibmalik) November 14, 2022
તાજેતરમાં જ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વાસ્તવમાં, તાજેતરમાં પાકિસ્તાન અને UAEના મીડિયામાં સાનિયા અને શોએબ મલિકે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે, તેવાં સમાચાર હજી પણ હેડલાઇન્સમાં છે. બંને વચ્ચેના સંબંધો બરાબર ચાલી રહ્યા નથી અને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે શોએબે એક શો દરમિયાન સાનિયા સાથે છેતરપિંડી કરી હતી, ત્યારથી સંબંધોમાં તિરાડ પડી હતી. જો કે આ મામલે હજુ સુધી સાનિયા અને શોએબ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
વર્ષ 2010માં સાનિયા-શોએબેએ કર્યા હતા લગ્ન
શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ 12 એપ્રિલ 2010 ના રોજ હૈદરાબાદમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. શોએબ મલિક સાથે લગ્ન કરવા બદલ સાનિયાનો દેશભરમાં વિરોધ પણ થયો હતો. શોએબ મલિક સાથેના લગ્ન પહેલા સાનિયાએ સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી, જે તેના બાળપણનો મિત્ર હતો. પરંતુ કોઈ કારણસર સોહરાબ-સાનિયાની સગાઈ તૂટી ગઈ હતી. લગ્ન બાદ વર્ષ 2018માં સાનિયા અને શોએબ પેરેન્ટ્સ બન્યા હતા.

ટૂંક સમયમાં સસ્પેન્સ આવી શકે છે બહાર
છૂટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ટૂંક સમયમાં સાથે જોવા મળવાના છે. ખરેખર, સાનિયા અને શોએબે જાહેરાત કરી છે કે તેઓ એક ટોક શો લાવવા જઈ રહ્યા છે. સાનિયા અને તેના પતિ શોએબે પણ તેમના શોનું નામ જાહેર કર્યું છે. આ નવા કાર્યક્રમનું નામ ‘મિર્ઝા મલિક શો’ રાખવામાં આવ્યું છે. તેનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. આ શો પાકિસ્તાની ચેનલ પર આવવાનો છે. હવે નવા શોની જાહેરાત વચ્ચે ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે કે શું ખરેખર બંને વચ્ચે છૂટાછેડા છે? અથવા બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે? કે પછી આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે ? આ તમામ પ્રશ્નોના જવાબ કદાચ ટોક શો આવ્યા પછી મળી શકશે.

વાત છૂટાછેડા સુધી કેવી રીતે પહોંચી?
શોએબ અને સાનિયાના છૂટાછેડાનું કારણ પણ ઘણું ચર્ચિત રહ્યું છે. ખરેખર શોએબ મલિકનું નામ પાકિસ્તાની મોડલ આયેશા ઉમર સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શોએબ અને આયેશા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ કારણથી સાનિયા અને શોએબ વચ્ચે સત્તાવાર છૂટાછેડા થઈ ગયા છે.