NEET પરના હોબાળા વચ્ચે કોંગ્રેસના સાંસદ રાજ્યસભામાં થયા બેભાન, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
નવી દિલ્હી, 28 જૂન : સંસદ સત્રના પાંચમા દિવસે શુક્રવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત બગડવાના સમાચાર આવ્યા છે. ફૂલો દેવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિપક્ષ NEET પરીક્ષામાં ગેરરીતિઓને લઈને ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો.
અહેવાલ છે કે હંગામા વચ્ચે ફૂલો દેવીની તબિયત લથડી અને તે બેભાન થઈ ગયા હતા. સાથી સાંસદોએ ફૂલો દેવીને સંભાળી અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. ફુલો દેવીને સંસદ સંકુલમાંથી લઇ જવાનો વીડિયો સામે આવ્યો છે. AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ આગળ બેઠેલી જોવા મળી રહી છે.
#WATCH | Congress party’s Rajya Sabha MP Phulo Devi Netam being taken away in an ambulance from Parliament after she felt dizzy and fell. She was protesting in the Well of of the House over NEET issue when the incident happened. She is being taken to RML hospital. pic.twitter.com/ljyXgCfuMA
— ANI (@ANI) June 28, 2024
ફૂલો દેવી નેતામ છત્તીસગઢના બસ્તર વિસ્તારના કોંડાગાંવના રહેવાસી છે અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તે છત્તીસગઢમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. તેણી 14 સપ્ટેમ્બર 2020 ના રોજ કોંગ્રેસના સભ્ય તરીકે છત્તીસગઢથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
ગયા વર્ષે ઓગસ્ટમાં, રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિએ ફૂલો દેવી નેતામ સહિત 12 વિપક્ષી સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ગેરવર્તણૂક માટે દોષી ઠેરવ્યા હતા. ગુરુવારે આ સભ્યોને ભવિષ્યમાં આવું વર્તન ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. ગુરુવારે વિશેષાધિકાર પેનલે રાજ્યસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. પેનલે અહેવાલમાં જણાવ્યું હતું કે AAP નેતા સંજય સિંહ, શક્તિસિંહ ગોહિલ, સુશીલ કુમાર ગુપ્તા, સંદીપ કુમાર પાઠક, સૈયદ નાસિર હુસૈન, ફૂલો દેવી નેતામ, જેબી માથેર હિશામ, રંજીત રંજન અને ઈમરાન પ્રતાપગઢીને ભવિષ્યમાં આવા ગેરવર્તણૂકમાં સંડોવતા અટકાવવા જોઈએ. અને પ્રમાણિકપણે અનુકરણીય વર્તનનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચોઃદિલ્હીના રસ્તાઓ પર બીજેપી નેતાએ ચલાવી બોટ! પાણી ભરાવા સામે અનોખો વિરોધ, જુઓ વીડિયો