કમોસમી વરસાદની વચ્ચે ગરમીનો પ્રકોપ ! આ તારીખથી અમદાવાદમાં યલો અલર્ટ


રાજ્યમાં એક તરફ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ગરમીનો પારો વધાવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
હવામાન વિભાગને કરી મહત્વની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ગરમીનો પારો વધી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન તરફથી વરસાદી સિસ્ટમને લઈને વરસાદની શક્યતા રહેલી છે.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને પગલે ગઈ કાલે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. જો કે હવામાન વિભાગ દ્વારા રવિવારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવવામા આવ્યું છે.
9 મે થી અમદાવાદમાં યેલો અલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધવાની વ્યક્ત કરી છે. આ સાથે જ હવામાન વિભાગે 9 મે થી અમદાવાદમાં યેલો અલર્ટની આગાહી કરી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો, જગતનો તાત ચિંતામાં મુકાયો