રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી રવિવારે ભારતની મુલાકાતે


રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે, મળતીતી મુજબ ભારતની મુલાકાત દરમિયાન તેઓ યુદ્ધ પર ચર્ચા કરશે. ઝાપરોવા રવિવારે એટલે કે 9 એપ્રિલે ભારતની ચાર દિવસની મુલાકાતે આવવાના છે. એમિન ઝાપારોવા યુક્રેનના પહેલા મંત્રી હશે જે યુદ્ધના મધ્યમાં ભારત આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી યુક્રેનના કોઈ મંત્રીએ ભારતની મુલાકાત લીધી નથી.
આ પણ વાંચો : HD Analysis : લોકસભા 2024ની ચુંટણીમાં રાહુલની જીદ કોંગ્રેસને નડશે !
ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી હતી. આ માહિતી અનુસાર એમીન ભારતમાં યુક્રેનનું સમર્થન અને માનવીય સહાય મેળવવાનો પ્રયાસ કરશે. મુલાકાત દરમિયાન, એમીન ઝાપરોવા વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા સાથે વાટાઘાટો કરશે, જ્યાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધો, યુક્રેનની વર્તમાન સ્થિતિ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ જુલાઈમાં ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે યુક્રેનના મંત્રી એમીન ઝાપારોવાની આ મુલાકાત ઘણી ખાસ બની રહેશે.