કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો બતાવતા વાઈરલ મેસેજનું શું છે સત્ય?


ચીન સહિત અનેક દેશમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસ તંત્ર અલર્ટ મોડ પર છે. ત્યારે ચીનમાં વધતા કોસો વચ્ચે આરોગ્યતંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. જે અંગે ગતરોજને હેલ્થ મીનીસ્ટર મનસુખ માંડવીયાની મીટિંગ યોજાઈ હતી.

ત્યારે કોરોનાના સમાચાર વચ્ચે છેલ્લા બે દિવસથી COVID-Omicron XBBના લક્ષણોનોને લઈને વોટ્સએપ તેમજ ટ્વીટરમાં પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જે ઝડપથી ફેલાતા આ પોસ્ટ પાછળનું સત્ય શું છે તેને લઈને મીનીસ્ટ્રી ઓફ હેલ્થએ જાહેરાત કરી છે.
This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19.
The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022
મેસેજ ફેક હોવાની સ્પષ્ટતા
મીનીસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા આ પોસ્ટને તેમના ટ્વીટર અકાઉન્ટ પર રિપોસ્ટ કરવામાં આવી છે. તેમજ આ પોસ્ટ ફેકત હોવાનો પણ દાવો કર્યો છે. ત્યારે કોરોનાના હાહાકાર વચ્ચે દેશના લોકો આવા વાઈરલ થતા ફેક ન્યુઝથી દુર રહે તે અંગે પણ જણાવવામાં આવ્યુ છે.