કોરોનાના વધતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયે જારી કરી નવી માર્ગદર્શિકા, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવા કહ્યું
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જ્યાં સુધી કોરોના સંક્રમણની થયાની પુષ્ટી ન થાય ત્યાં સુધી એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ ન કરવા કહેવામાં આવ્યું છે. તેમજ જો તાવ અને ઉધરસ 5 દિવસથી વધુ રહે તો ડોક્ટરની સલાહ લેવા પણ સુચન કર્યું છે.
સરકારે નવી માર્ગદર્શિકા જારી કરી
દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા પણ વધી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19ના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણની થયાની પુષ્ટી ન થાય ત્યાં એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ સુધી કરવો જોઈએ નહીં.
આ બાબતોનું ધ્યાન રાખવા સુચન
નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આપણે એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે કોરોનાની સાથે અન્ય કોઈ વાયરલ ચેપ ન લાગ્યો હોય. હળવી બીમારીમાં સ્ટેરોઈડના ઉપયોગ ન કરવો જોઈએ . તેમજ શારીરિક અંતર જાળવો, ઇન્ડોર માસ્કનો ઉપયોગ, શરીરનું તાપમાન અને ઓક્સિજન લેવલ વગેરે બીમારીના લક્ષણો પર નજર રાખવા કહ્યું છે.
વધારે જોખમ ધરાવતા દર્દીઓએ શું કરવું
સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ઉધરસ 5 દિવસથી વધુ સમય સુધી રહે તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ દિશાનિર્દેશો પર જાન્યુઆરી મહિનામાં ચર્ચા કરવામાં આવી હતી. ગંભીર લક્ષણો અથવા વધુ તાવના કિસ્સામાં, રેમડેસિવીર (પહેલા દિવસે 200 મિલિગ્રામ અને પછીના 4 દિવસ માટે 100 મિલિગ્રામ ) પાંચ દિવસ માટે લઈ શકાય છે.
આ પણ વાંચો : ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓની ધમકી મુદ્દે મોટો ખુલાસો, આટલા સિમબોક્સ એક્ટિવ હતા