નેશનલબિઝનેસ

વૈશ્વિક બેંકિંગ કટોકટી વચ્ચે નિર્મલા સીતારમણે સરકારી બેંકોના MD-CEO સાથે સમીક્ષા બેઠક કરી, જાણો બેઠકમાં શું થઇ ચર્ચા

વૈશ્વિક બેંકિંગ કટોકટી વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બેંકોના MD-CEO સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં જાહેર ક્ષેત્રની બેંકો (સરકારી બેંકો) સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બેંકોના આર્થિક સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને નાણાકીય માપદંડોના આધારે સરકારી બેંકોની સ્થિતિ કેવી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

સરકારી બેંકોના MD-CEO હાજર રહ્યા

આ બેઠકમાં નાણામંત્રીની સાથે રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભાગવત કરાડે પણ ભાગ લીધો છે. તેમની સાથે નાણાકીય સેવા વિભાગના સચિવ અને દેશની સૌથી મોટી સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે સરકારી બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ (MD) અને સીઈઓ(CEO)એ પણ નાણામંત્રી સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડીમાં પણ છુપાયો છે એક સંદેશ શું તમે જાણો છો?

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ

વૈશ્વિક બેંકિંગ કટોકટી અંતર્ગત થઇ બેઠક

સરકારી બેંકો સાથે નાણામંત્રીની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ સમયે વૈશ્વિક બેંકિંગ કટોકટીએ સમગ્ર વિશ્વની બેંકોને ડરાવી દીધી છે. અમેરિકાની સિગ્નેચર બેંક પહેલા સિલિકોન વેલી બેંકની કટોકટીની અસરને વૈશ્વિક બેંકિંગ કટોકટી તરીકે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસ બેંક પણ તાજેતરમાં નાણાકીય કટોકટીમાં ફસાઈને યુબીએસના હાથમાં જતી રહી છે અને તેની ક્રેડીટ માંડ બચી છે. હવે જર્મનીની ડ્યુશ બેંક વિશે પણ આશંકાજનક સમાચાર આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતની બેંકોને લઈને કોઈ આશંકા છે કે કેમ તેમજ તેનાથી બચવા શું કરવાની જરૂર છે, એ વિષય પર પણ ચર્ચા થઇ હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : શું હવે પાન મસાલા-ગુટખા પર લાગશે એકસ્ટ્રા ટેક્સ? જાણો શું કહ્યુ નિર્મલા સીતારમણે?

શુક્રવારે જ ફાઇનાન્સ બિલ પાસ કરવામાં આવ્યું છે

ગઈકાલે લોકસભામાં નાણા બિલ પાસ થવા દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે સરકારી કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવામાં આવશે. આ માટે તેમણે રાષ્ટ્રીય પેન્શન યોજનાને લઈને એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. નાણા સચિવની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે આ સમિતિની ભલામણો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત તમામને લાગુ પડશે.

Back to top button