- એક સપ્તાહમાં ડેન્ગ્યુના 228 શંકાસ્પદ દર્દી ઓપીડીમાં નોંધાયા
- 15 દિવસમાં સોલામાં ડેન્ગ્યુના 77 દર્દીને સારવાર આપવી પડી
- ફરી એક વાર વાયરલ ઈન્ફેક્શનના કેસનું પ્રમાણ ઓચિંતુ વધ્યું
અમદાવાદમાં ડબલ સિઝન વચ્ચે લોકો વાયરલ ઈન્ફેક્શનમાં લપેટાયા છે. જેમાં રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાયા છે. તેમાં ડબલ સિઝન વચ્ચે લોકો તાવ, ખાંસી સહિત વાઈરલ ઈન્ફેક્શનમાં ફસાયા છે. તેમજ સોલા સિવિલમાં સપ્તાહમાં વાઈરલના રેકોર્ડબ્રેક 1,838 દર્દી સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી દિવસમાં આ શહેરોમાં વરસાદની સંભાવના
એક સપ્તાહમાં ડેન્ગ્યુના 228 શંકાસ્પદ દર્દી ઓપીડીમાં નોંધાયા
ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં ડેન્ગ્યૂના 77 દર્દીને સારવાર અપાઈ છે. તથા છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 228 શંકાસ્પદ દર્દી આવ્યા છે. શહેરમાં ડબલ સિઝન વચ્ચે લોકો શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનમાં લપેટાઈ રહ્યા છે, અમદાવાદની સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ બ્રેક 1,838 દર્દી નોંધાયા છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 228 શંકાસ્પદ દર્દી ઓપીડીમાં નોંધાયા છે, જે પૈકી 36 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ગત સપ્તાહે ડેન્ગ્યુના 41 કેસ આવ્યા હતા, આમ 15 દિવસમાં સોલામાં ડેન્ગ્યુના 77 દર્દીને સારવાર આપવી પડી છે.
ફરી એક વાર વાયરલ ઈન્ફેક્શનના કેસનું પ્રમાણ ઓચિંતુ વધ્યું
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, ડબલ સિઝનના કારણે ફરી એક વાર વાયરલ ઈન્ફેક્શનના કેસનું પ્રમાણ ઓચિંતુ વધ્યું છે. ગત સપ્તાહે વાયરલના 1594 દર્દી હતા, જે આ સપ્તાહે વધીને નવા 1838 થયા છે. ગત એક મહિનામાં વાયરલ ઈન્ફેક્શનના 6633 દર્દીને સારવાર આપવી પડી છે. આ ઉપરાંત મેલેરિયામાં એક કેસ છે, ગત સપ્તાહે બે કેસ હતા, ચિકન ગુનિયાનો એકેય નવો કેસ આવ્યો નથી. ગત સપ્તાહે ઝાડાના 5 કેસ હતા, આ વખતે બમણાં એટલે કે 10 દર્દીને સારવાર અપાઈ છે. વાયરલ હિપેટાઈટિસમાં 2 કેસ છે, અગાઉ પાંચ હતા. ટાઈફોઈડના કેસમાં પણ વધારો થયો છે, ગત સપ્તાહના એક કેસની સામે આ વખતે સાત કેસ છે. સ્વાઈન ફલૂમાં અત્યારે રાહત છે, આ સપ્તાહે ચાર શંકાસ્પદ કેસ હતા, જોકે એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.