ગુજરાતટોપ ન્યૂઝ

ભારત-કેનેડા વચ્ચે વણસેલા રાજદ્વારી સંબંધો વચ્ચે નવી તપાસ વેગવાન બનશે, જાણો કેમ

  • હાલ કેનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસેલા છે
  • બિશ્નોઈ અર્શદીપના ગુના અને તેના હાલના લોકેશન વિશે બધું જ જાણતો હોવાની શંકા
  • બલદીપ બોગસ દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ બનાવી કેનેડા નાસી છૂટયો

કેનેડામાં સંતાયેલા ખાલિસ્તાની આતંકવાદીના અનેક રહસ્યો લોરેન્સ બિશ્નોઈ ખોલી શકે છે. જેમાં ભારત-કેનેડા વચ્ચે વણસેલા રાજદ્વારી સંબંધો વચ્ચે નવી તપાસ વેગવાન બનશે. તથા કેનેડા ભાગેલો અર્શદીપસિંહ બિશ્નોઈ માટે ડ્રોનથી હથિયારો સ્મગલ કરતો હતો. કેનેડા આતંકવાદી જ નહીં ખૂંખાર ગુનેગારોનું પણ આશ્રાયસ્થાન છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધી 100 ટકા વરસાદ નોંધાયો, જાણો મેઘની શું છે આગાહી 

હાલ કેનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસેલા છે

ખાલિસ્તાન ટાઈગર ફેર્સ (કેટીએફ્) નામના આતંકવાદી સંગઠનના વડા હરદીપસિંઘ નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાન્તના સરેના ગુરુદ્વારા પાસે થયેલી હત્યાના મુદ્દે હાલ કેનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસેલા છે ત્યારે તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ રિમાન્ડ પર લીધેલા કથિત ગેંગ્સ્ટર અને આતંકવાદી લોરેન્સ બિશ્નોઈ ભારતમાં આતંકવાદ ફેલાવવાના નિષ્ફ્ળ પ્રયાસ બાદ કેનેડા નાસી છૂટેલા અનેક ગેંગ્સ્ટર, આતંકવાદીઓનો ભેદ ખોલી શકે તેવી સ્થિતિમાં છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે, છેલ્લી ઘડીએ PMOએ પ્રવાસનો કાર્યક્રમ બદલ્યો

બલદીપ બોગસ દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ બનાવી કેનેડા નાસી છૂટયો

મૂળ પંજાબના મોગા પ્રાન્તના ડલા ગામનો રહેવાસી અર્શદીપ ડલા કેનેડા નાસી ગયા બાદ સીધો જ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોઠવાઈ ગયો અને ટૂંક સમયમાં જ ખાલિસ્તાની ટાઈગર ફેર્સના વડા અને હમણાં જ જેમની હત્યા થયેલી તે હરદીપસિંહ નિજ્જરનો ખાસ સાથી બની ગયેલો. તેના જ માર્ગદર્શન હેઠળ ડલા પંજાબમાં ખાલિસ્તાની પ્રવૃત્તિ આચરતો, જેમાં તેને લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત પોતાના જ ભાઈ બલદીપસિંહ, પિતા ચરનજીતસિંહનો સાથ મળતો. પિતા હાલ જેલમાં છે. જ્યારે હત્યાના પ્રયાસના ગુનામાં જામીન મળ્યા બાદ તરતજ અર્શ ડલાનો ભાઈ બલદીપ બોગસ દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ બનાવી કેનેડા નાસી છૂટયો હતો.

બિશ્નોઈની ધરપકડ બાદ એનઆઈએએ દેશના 8 રાજ્યોના 76 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા

બિશ્નોઈની ધરપકડ બાદ એનઆઈએએ દેશના 8 રાજ્યોના 76 સ્થળો પર સાગમટે દરોડા પાડીને છ ખૂંખાર ગુનેગારોની ધરપકડ કરી હતી. આમાં સૌથી મોટું નામ લકી ખોખરનું હતું. લકી મૂળ તો ભારતે જેને ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ જાહેર કર્યો છે તે અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડલાનો સાથીદાર. પણ જ્યારથી અર્શદીપ ભાગીને કેનેડા જતો રહ્યો ત્યારથી તે લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં સામેલ થયો છે. અર્શદીપ કેનેડામાં બેસીને પાકિસ્તાનની મદદથી પંજાબમાં ડ્રોન મારફ્તે શસ્ત્રોની દાણચોરી કરાવતો અને લોરેન્સ બિશ્નોઈ અને લકી ખોખર તે શસ્ત્રો મેળવીને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ આચરવાનો પ્લાન બનાવતા. એટલું જ નહીં પણ લોરેન્સ બિશ્નોઈની ધરપકડ થયા બાદ તે જેલમાં રહીને પણ કેનેડામાંથી મેનેજ થયેલા શસ્ત્રો અને ડ્રગ્સની હેરફેરના ષડયંત્રો પાર પાડતો હતો.

Back to top button