બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

આકરી ગરમી વચ્ચે AC, ફ્રીઝના વેચાણમાં જોરદાર ઉછાળો, કંપનીઓનો બિઝનેસ 160 ટકા વધ્યો

Text To Speech

દેશમાં ગરમીમાં વધારો થતાં ઠંડકના સાધનોના વેચાણમાં પણ વધારો થયો છે. બે વર્ષની સુસ્તી બાદ કૂલિંગ એપ્લાયન્સ બિઝનેસમાં તેજી જોવા મળી રહી છે. ઘણી કંપનીઓના એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે 2019ની સરખામણીમાં તેમના વેચાણમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. Panasonic, Whirlpool, Voltas અને LG જેવી કંપનીઓના એર કંડિશનરના વેચાણમાં 2019ની સરખામણીમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. નોધપાત્ર રીતે રોગચાળાને કારણે, છેલ્લા 2 વર્ષથી સેલમાં ઘટાડો થયો હતો.

રેફ્રિજરેટરના વેચાણમાં પણ વધારો થયો છે
2019ની સરખામણીમાં આ વર્ષે વ્હર્લપૂલના ફ્રીજના વેચાણમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. તેમણે કહ્યું છે કે કંપનીએ કોવિડ-19 પહેલા બજાર હિસ્સો હાંસલ કર્યો છે. અધિકારીનું કહેવું છે કે રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી દબાયેલી માંગ પણ વેચાણમાં ઝડપી વૃદ્ધિમાં ફાળો આપે છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં પણ અવરોધો આવ્યા હતા, પરંતુ આ વખતે કંપનીઓ આશાવાદી છે, જ્યારે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

Panasonicનો રેકોર્ડ વેચાણ
પેનાસોનિક કંપનીએ AC વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 2019ની સરખામણીમાં માર્ચ-મેમાં તેમાં 68 ટકાનો વધારો થયો છે. જો કે હવે ઘણા રાજ્યોમાં ચોમાસાના આગમન સાથે માંગ સ્થિર થઈ રહી છે. એ જ રીતે ટાટા જૂથની કંપની વોલ્ટાસના કુલિંગ ઉત્પાદનોના વેચાણમાં 2019ની સરખામણીમાં 3 ગણો ઉછાળો આવ્યો છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું છે કે, કૂલિંગ પ્રોડક્ટ્સના બિઝનેસમાં 160 ટકા અને હોમ એપ્લાયન્સિસના બિઝનેસમાં 75 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

દિલ્હી-NCRમાં સૌથી વધુ વેચાયા 5-સ્ટાર એ.સી
હૈદરાબાદ, દિલ્હી-એનસીઆર, બેંગલુરુમાં સૌથી વધુ સંખ્યામાં 5-સ્ટાર એસી વેચાયા હતા. જ્યારે મુંબઈ, અમદાવાદ, સુરત, ચેન્નાઈ, વડોદરા અને ઈન્દોરમાં 50 ટકાથી વધુ ખરીદદારોએ 3-સ્ટાર એસી ખરીદ્યા હતા. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મુંબઈ, થાણે, પુણે અને કોલકાતામાં વેચાયેલા મોટાભાગના એસી એક ટનના હતા. ઉત્તર અને મધ્ય ભારતમાં, 1.5 ટન AC વધુ ખરીદવામાં આવ્યા હતા અને આ ક્ષમતાના ACની સંખ્યા કુલ વેચાણના 60 ટકા જેટલી હતી.

Back to top button