ટ્રેન્ડિંગમનોરંજન

ઐશ્વર્યા રાય સાથે અણબનાવની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચને ફરી એક અજીબ પોસ્ટ કરી

  • અમિતાભ બચ્ચનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં અમિતાભ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી. તેમ છતાં ફેન્સ ઐશ્વર્યાને બચ્ચન પરિવારની અફવાઓ સાથે જોડી રહ્યા છે.

HD ન્યૂઝ ડેસ્ક, 10 ડિસેમ્બર: બોલિવૂડના દિગ્ગજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ખૂબ જ હિંમતથી રજૂ કરે છે. હમણાં થોડા દિવસોથી અભિનેતાના પરિવારમાં અણબનાવની અફવાઓ ચાલી રહી છે, ત્યારે અભિનેતાએ આ મામલે હજી સુધી મૌન જાળવી રાખ્યું છે, પરંતુ સમયાંતરે બચ્ચનની વિચિત્ર પોસ્ટ્સ જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર બચ્ચને એક વિચિત્ર પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોમ X પર શેર કરી છે. આ પોસ્ટ પરથી કંઈ સ્પષ્ટ નથી થતું કે તે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ચાહકો ફરી એકવાર તેમને ઐશ્વર્યા રાય સાથે અણબનાવની અફવાઓ સાથે જોડી રહ્યા છે.

અમિતાભ બચ્ચને ફરી એક વિચિત્ર પોસ્ટ કરી

અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અલગ થવાની અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય સંદેશ શેર કર્યો છે. અભિનેતાએ તેમના સોશિયલ મીડિયા X હેન્ડલ પર તેમના એકાઉન્ટ પર એક પોસ્ટ સાથે મોનોક્રોમેટિક ચિત્ર શેર કર્યું છે.

 

ફોટામાં અમિતાભ વિચારોમાં ખોવાયેલા જોવા મળે છે. અભિનેતાએ લખ્યું, ‘T 4854 – everything said everything done .. so do the done and done the do ..’ આ પોસ્ટ બચ્ચન પરિવારમાં ચાલી રહેલા કથિત તણાવ વચ્ચે આવી છે. બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કર્યાના સમાચાર પછી આ વાત સામે આવી છે. જો કે, લોકોનો એક મોટો વર્ગ માને છે કે અમિતાભ અને ઐશ્વર્યાએ ક્યારેય એકબીજાને ફોલો કર્યા નથી. આવી સ્થિતિમાં ફેલાવવામાં આવી રહેલા આ સમાચાર ખોટા છે.

આ અફવાઓ ક્યાંથી શરૂ થઈ?

ઐશ્વર્યા અને નવ્યા બંને પેરિસ ફેશન વીકમાં વોક કરતી જોવા મળી હતી. જ્યારે તેની માતા શ્વેતા અને દાદી જયા બચ્ચન નવ્યાને સપોર્ટ કરવા માટે સાથે જોવા મળ્યા હતા, ત્યારે આરાધ્યા ઐશ્વર્યા સાથે એકલી જોવા મળી હતી. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર ઐશ્વર્યાએ ફેમિલી ફોટો ક્રોપ કરીને માત્ર અમિતાભ અને આરાધ્યાની તસવીર પોસ્ટ કરી હતી. આ પછી તરત જ, બચ્ચન પરિવાર ઐશ્વર્યાના જન્મદિવસ પર પણ ગાયબ જોવા મળ્યો હતો. તે તેની માતા અને પુત્રી આરાધ્યા સાથે કેક કાપતી જોવા મળી હતી અને ત્યાર બાદ ફરી એકવાર દિવાળી પર મુંબઈની બહાર જતી વખતે ઐશ્વર્યા રાય એકલી જોવા મળી હતી. આ પછી અભિષેક બચ્ચનના હાથમાં સગાઈની વીંટી પણ ગાયબ હતી. આ બધાને કારણે પરિવારમાં ઝઘડો હોવાની અફવાઓ ઉભી થવા લાગી હતી. જો કે, ‘આર્ચીઝ’ની સ્ક્રીનિંગમાં આખો બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યો હતો અને આ સાથે જ આ અફવાઓનો અંત આવ્યો હતો.

આ પણ વાંચો: ગુટખા એડ કેસમાં શાહરૂખ, અક્ષય કુમાર અને અજય દેવગણને નોટિસ

Back to top button