નેશનલબિઝનેસ

રાહુલ ગાંધીના આક્ષેપો વચ્ચે ગૌતમ અદાણીએ કહ્યું, મારી સફળતા કોંગ્રેસના હાથે જ થઈ છે

Text To Speech

અદાણી ગ્રુપના ચેરમેન અને દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ તાજેતરમાં તેમની સફળતાને લઈને એક નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે પોતાની સફળતા પાછળ કોંગ્રેસનો સિંહફાળો હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અદાણીની સફળતા પાછળ નરેન્દ્ર મોદી સરકારનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ અને કોંગ્રેસ દ્વારા પણ તેમની પર ક્રોની કેપિટલિઝમના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે આ વચ્ચે એક મહત્વનું નિવેદન આપ્યું હતુ.

ક્રોની કેપિટલિઝમના આક્ષેપો ખોટા : ગૌતમ અદાણી

ગૌતમ અદાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ગૌતમ અદાણીએ એક હીન્દી ચેનલમાં આપેલ ઇન્ટરવ્યુંમાં દીલ ખોલી વાત કરી હતી. અને તેમને તેમના બિઝનેસના વિકાસ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના નજીકના સંબંધો હોવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તમને જણાવ્યું કે તેઓ ઘણા વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ કામ કરી રહ્યા છે. અને બધે ભાજપની સરકાર નથી. મારી સામે ક્રોની કેપિટલિઝમના આક્ષેપો રાજનીતિની મોડસ ઓપરેન્ડીનો એક ભાગ છે.

ગૌતમ અદાણી-humdekhengenews

રાહુલ ગાંધીના તેમના વિદુદ્ધના નિવેદનો પર આપ્યો જવાબ

ગૌતમ અદાણી વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક સમયથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગૌતમ અદાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના નજીકના સંબંધોથી લાભ મેળવવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે વિપક્ષની ટીકા પર ગૌતમ અદાણીએ કહ્યું હતું  કે પીએમ મોદી પાસેથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ “વ્યક્તિગત મદદ” મેળવી શકે નહીં. આ ઈન્ટરવ્યુંમાં ગૌતમ અદાણીએ જણાવ્યુ હતુ કે “રાજીવ ગાંધી PM બન્યા પછી જ મારી સફળતાની શરૂઆત થઈ. મને મારી સફરમાં ત્રણ સૌથી મોટી તકો અથવા બ્રેક્સ મળ્યા. જેમાંથી બે બ્રેક કોંગ્રેસના યુગમાં અને ત્રીજો ગુજરાતમાં નરેન્દ્ર મોદીના CM દરમિયાન જોવા મળ્યો હતો. અને હું ગર્વથી કહી શકું છું કે, તે એક મહાન અનુભવ રહ્યો છે.”

ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો વધારો

ગૌતમ અદાણીની સંપત્તિ અન્ય અબજોપતિ કરતા વધુ વધારો થયો છે. અદાણી ગ્રુપની કિંમત 200 બિલિયન ડોલર છે. અને તેમની લીધેલ લોન બાબતે તેમણે જણાવ્યુ હતુ કે અદાણીની કુલ સંપત્તિ તેના દેવા કરતાં ત્રણ કે ચાર ગણી વધારે છે. તેથી રોકાણકારોના પૈસા અમારી પાસે સુરક્ષિત છે.

આ પણ વાંચો : મહેસાણામાં ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, OTP, કૉલ કે મેસેજ વિના ખાતામાંથી ઉપડી ગયા રૂ.37 લાખ !

Back to top button