પ્રેગનન્સીની અફવાઓ વચ્ચે અનુષ્કા શર્માનો જુનો વીડિયો વાઇરલઃ શું છોડી દેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી?
- એક રિપોર્ટ અનુસાર આ અભિનેત્રી ટૂંક સમયમાં જ બીજી વખત માતા બનવાની છે. અનુષ્કા અને વિરાટે અત્યાર સુધી બીજી પ્રેગનન્સીને લઈને મૌન સાધ્યું છે તેમણે આ મુદ્દે કંઇ પણ કહેવાનું ટાળ્યું છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી લોકોને ખૂબ પસંદ પડે છે. આ બંનેની એક ઝલક જોવા લોકો હંમેશા આતુર હોય છે. બંનેની ફેન ક્લબ પણ વિશાળ છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અલગ અલગ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તે અલગ કારણને લઇને ચર્ચામાં છે. એક રિપોર્ટ અનુસાર આ અભિનેત્રી ટૂંક સમયમાં જ બીજી વખત માતા બનવાની છે. અનુષ્કા અને વિરાટે અત્યાર સુધી બીજી પ્રેગનન્સીને લઈને મૌન સાધ્યું છે તેમણે આ મુદ્દે કંઇ પણ કહેવાનું ટાળ્યું છે. જોકે ભારત અને ઓસ્ટ્રોલિયાની ક્રિકેટ મેચમાં વિરાટને સપોર્ટ કરવા પહોંચેલી અનુષ્કાએ વ્હાઇટ લુઝ ડ્રેસ પહેર્યો હતો. તેની અનેક તસવીરો અને વીડિયો વાઇરલ થયા છે. વ્હાઇટ લુઝ ડ્રેસમાં અભિનેત્રીને જોઇને આ અફવાને હવા મળી છે. તસવીરોમાં બેબી બમ્પ પણ દેખાતો હોવાની ચર્ચા થઇ રહી છે. આ સાથે અભિનેત્રીનો એક થ્રો બેક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.
વાઇરલ થયો જુનો વીડિયો
અનુષ્કાની પ્રેગ્નેન્સીની ચર્ચા વચ્ચે તેનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એવું કહી રહી છે કે બે બાળકો થયા બાદ તે કામ કરશે નહીં. આ વીડિયો સિમી ગરેવાલના ઇંડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ શોનો છે. મેજબાન સિમી ગરેવાલ તેને પૂછે છે કે શું તેના માટે લગ્ન મહત્ત્વના છે. તેની પર અનુષ્કા જવાબ આપે છે કે હા, ખૂબ મહત્ત્વના છે. હું લગ્ન કરવા ઇચ્છુ છુ અને બાળકોને જન્મ આપવા પણ ઇચ્છુ છુ. જ્યારે મારા લગ્ન થઇ જશે તો હું કદાચ કામ પણ નહીં કરુ. હવે ફેન્સ એ સવાલ પૂછી રહ્યા છે કે શું બીજુ બેબી આવ્યા બાદ અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દેશે? અનુષ્કાનો આ વીડિયો જોયા બાદ તેમના ચાહકો ચિંતિત થઈ ગયા છે કે તેમની ફેવરેટ એક્ટ્રેસ હવે એક્ટિંગની દુનિયામાં કમબેક નહીં કરે.
View this post on Instagram
એક યુઝરે લખ્યું- શું તેણે અત્યારથી જ ફિલ્મો છોડી દીધી છે. ‘સૂઈ ધાગા’ બાદ મને તેની કોઈ ફિલ્મ યાદ નથી. અન્યએ લખ્યુ- ઈન્ડસ્ટ્રીથી દૂર રહીને તે અત્યારથી જ પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. અનુષ્કા છેલ્લી વખત ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. ત્યારબાદથી તેણે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો છે. તે હવે સ્પોટ્સ ડ્રામા ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી કમબેક કરવા જઈ રહી છે. તે ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. જોકે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઇ નથી.
આ પણ વાંચોઃ PM મોદીએ ગાઝા હોસ્પિટલ પરના હુમલા અંગે વ્યક્ત કર્યું દુઃખ, દુનિયાભરના નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી