ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

લગ્નની અફવાઓ વચ્ચે રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ રામ મંદિરના મૂર્તિરથના કર્યા દર્શન

  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી ચર્ચિત કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની સાથે જોવા મળ્યા 
  • બંને 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હોવાની માહિતી

મુંબઈ, 13 જાન્યુઆરી : ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી ચર્ચિત કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તેમની ડેટિંગ લાઈફ બાદ તેમના લગ્નના સમાચારો જોર પકડયું છે. રકુલ અને જેકી ઘણી વખત સાથે જોવા મળ્યા છે, પછી તે ઇવેન્ટ્સ, પાર્ટીઓ અથવા ડેટ્સ પર હોય. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નની આ દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની રામ મંદિરના મૂર્તિ રથની પૂજા કરતા જોવા મળ્યા હતા. જેકીએ સોશિયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો શેર કર્યો હતો, જેમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બંને 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)

લગ્નની ચાલી રહેલી અટકળો વચ્ચે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ રામ મંદિરના મૂર્તિ રથની મુલાકાત લેતા ફોટો-વિડિયો શેર કર્યો છે. જેકી ભગનાનીની દુલ્હન રકુલે સોશિયલ મીડિયા પર રામ મંદિરની એક ઝલક શેર કરી છે.

રકુલ પ્રીત અને જેકી ભગનાની પહોંચ્યા રામ મંદિર

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન ફેબ્રુઆરીમાં ગોવામાં થાય તેવી શક્યતા છે. અફવાઓ પહેલા, કપલ તાજેતરમાં 12 જાન્યુઆરીએ મુંબઈમાં રામ મંદિર પ્રતિમૂર્તિ રથની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. ફિલ્મ મેકર જેકી ભગનાનીએ શુક્રવારે સાંજે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં બંને હાથ જોડીને રામ મંદિરમાં જોવા મળે છે. કેપ્શન લખ્યું છે કે, ‘રામ મંદિરની મૂર્તિના રથથી મંત્રમુગ્ધ બની ગયા.’

અભિનેત્રી રકુલ પ્રીત-જેકી ભગનાનીના લગ્ન

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપમાં રકુલ પરંપરાગત પેસ્ટલ ગ્રીન સૂટ પહેરેલી જોવા મળે છે. જ્યારે જેકી પીળા કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, બંને 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ કપલે 2021માં સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા.

અભિનેત્રી રકુલ પ્રીતનું વર્ક ફ્રન્ટ

રકુલ છેલ્લે સાયન્સ-ફિક્શન તમિલ ફિલ્મ ‘અયલાન’માં જોવા મળી હતી. તેની સાથે શિવકાર્તિકેયન પણ લીડ રોલમાં હતા. આ સિવાય તેની પાસે ‘મેરી પત્ની કા રિમેક’ અને કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ પણ છે. બીજી બાજુ, અભિનેતામાંથી નિર્માતા બનેલા જેકીનો છેલ્લો પ્રોજેક્ટ ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’ હતો.

આ પણ જુઓ :દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, આ દિવસે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન બંધનમાં બંધાશે

Back to top button