ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે જાણો ક્યારે છે માવઠાની આગાહી
- રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત
- 11, 12, 13 તારીખે કમોસમી માવઠાની આગાહી
- ડાંગમાં 11 મેએ માવઠુ થવાની સંભાવના છે
ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં 11, 12, 13 તારીખે કમોસમી માવઠાની આગાહી છે. તેમજ ડાંગમાં 11 મેએ માવઠુ થવાની સંભાવના છે. તેમજ 12, 13 મેના રોજ છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તથા 12, 13 મેના રોજ તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: આજે પ્રથમ વખત ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ સાથે થશે જાહેર
રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત
રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત છે. બુધવારે 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદમાં પણ સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાત્રીના 29 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રીનો વધારો થયો છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જે શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભુજ, છોટા ઉદેપુર, વડોદરા, ડીસા, નર્મદાનો સમાવેશ થાય છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11થી 13 મે સુધી કમોમસી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યમાં મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11થી 13 મે સુધી કમોમસી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે 11 તારીખે ડાંગમાં વરસાદ વરશે તો 12 મેએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ વરસી શકે છે તો 13 મેએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં માવઠાની શક્યતા છે.