વિવાદ વચ્ચે માલદીવના પ્રમુખે ગણતંત્ર દિવસ પર સંદેશો મોકલ્યો, કહ્યું – સદીઓની મિત્રતા…
માલે (માલદીવ), 27 જાન્યુઆરી: છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. જો કે, ભારતના ગણતંત્ર દિવસ પર માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ પોતાના શુભેચ્છા સંદેશમાં બંને દેશો વચ્ચે સારા સંબંધોની વાત કરી હતી. ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ પર ભારતને શુભેચ્છાઓ પાઠવતી વખતે, મુઇઝુએ ‘સદીઓની મિત્રતા, પરસ્પર આદર અને ભાઈચારાની ઊંડી ભાવના સાથે સંકળાયેલા માલદીવ-ભારત સંબંધો પર પ્રકાશ નાખ્યો હતો.
The President sends Republic Day greetings to the President and Prime Minister of India https://t.co/toq9fX4tKj
— The President’s Office (@presidencymv) January 26, 2024
ભૂતપૂર્વ પ્રમુખ નશીદ અને સોલિહે ભારતને અભિનંદન પાઠવ્યા
ચીન તરફ નરમ વલણ દાખવનાર પ્રમુખ મુઈઝુએ ગયા વર્ષે નવેમ્બરમાં શપથ લીધા બાદ ભારત અને માલદીવના સંબંધો બગડ્યા હતા. વિદેશ મંત્રી મુસા ઝમીર અને બે પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદ અને ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતને શુભેચ્છા પાઠવી હતી. મુઈઝુના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ અલગ-અલગ શુભેચ્છા સંદેશાઓમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને દેશના લોકોની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી.
On the joyous occasion of India’s 75th Republic Day I extend best wishes to Pres Murmu (@rashtrapatibhvn), PM @narendramodi, the government and people of India. May the unbreakable bonds of friendship that have long existed between Maldives and India go from strength to strength.
— Ibrahim Mohamed Solih (@ibusolih) January 26, 2024
વિદેશ મંત્રી ઝમીરે પણ ભારતને શુભેચ્છા આપી
નિવેદનમાં, મુઇઝુએ ‘સદીઓની મિત્રતા, પરસ્પર આદર અને બંધુત્વની ઊંડી ભાવના દ્વારા માલદીવ-ભારત સંબંધો’ પર ભાર મૂક્યો હતો અને આગામી વર્ષોમાં ભારતની સરકાર અને લોકો માટે ‘સતત શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ’ની આશા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી ઝમીર તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર અને ભારતના મૈત્રીપૂર્ણ લોકોને ‘ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ’ પાઠવી. તેમણે X પર લખ્યું કે, મને વિશ્વાસ છે કે માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતા અને સહયોગના ગાઢ સંબંધો આવનારા વર્ષોમાં પણ વધતા રહેશે.
પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટથી મામલો વધુ વણસ્યો
બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મુઈઝુએ ભારતને તેના શપથગ્રહણના 24 કલાકની અંદર માલદીવમાં હાજર તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાની માંગ કરી. આ પછી, રાષ્ટ્રપતિની તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં ભારતની મુલાકાતને બદલે ચીનમાં જતા સંબંધોમાં ખટાશ વધારી દીધી. માલદીવના 3 મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ મામલો વધુ વણસી ગયો હતો.
આ પણ વાંચો: માલદીવમાં સારવાર ન મળતાં 14 વર્ષના છોકરાનું મૃત્યુ, મુઈઝઝૂ સરકાર જવાબદાર ?