વિવાદો વચ્ચે ‘પઠાણ’ દેશની પહેલી ફિલ્મ હશે જે ICE ફોર્મેટમાં રિલીઝ થશે, જાણો શું છે આ ટેક્નોલોજી
આ દિવસોમાં જો કોઈ ફિલ્મની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તો તે માત્ર બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ છે. ચાહકોથી લઈને વિવેચકો તેમજ રાજકારણીઓ દરેક આ ફિલ્મનો સખત વિરોધ કરી રહ્યા છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું પહેલું ગીત રિલીઝ થતાં જ ચર્ચામાં આવી હતી. દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હજુ પણ કેટલાક લોકો એવા છે જે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લોકો માટે ફિલ્મ સાથે જોડાયેલા આવા સમાચાર આવી રહ્યા છે, જેને સાંભળીને દરેકના ચહેરા ચમકી જશે. ઘણા વિવાદો વચ્ચે ‘પઠાણ’ વિશે સમાચાર છે કે આ ફિલ્મ ભારતમાં પહેલીવાર નવી ટેક્નોલોજી સાથે રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝની સૌથી મહત્વની બાબત એ છે કે તે ICE ફોર્મેટમાં રિલીઝ થશે.
ફિલ્મ ICE ફોર્મેટમાં રિલીઝ
અત્યાર સુધી ઘણી હોલીવુડ ફિલ્મો ICE ફોર્મેટમાં રિલીઝ થઈ છે, પરંતુ હવે આ પહેલીવાર છે કે ભારતમાં આ ફોર્મેટમાં રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખની ફિલ્મ પઠાણ દેશની પહેલી ફિલ્મ હશે જે આ ફોર્મેટમાં રિલીઝ થવા જઈ રહી છે. આ વિશે વાત કરતાં, યશ રાજ ફિલ્મ્સના ડિસ્ટ્રિબ્યુટર, વાઇસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ કહ્યું – ભારતમાં આ ફોર્મેટનું ડેબ્યુ દિલ્હી NCRમાં બે PVR સિનેમા સાઇટ્સ પર યોજાઈ રહ્યું છે જ્યાં આ દરમિયાન હોલીવુડની ફિલ્મ અવતાર પ્રદર્શિત થઈ રહી છે. ફિલ્મોમાં પ્રયોગ કરવો એ YRFના DNAનો એક ભાગ છે.
આ પણ વાંચો: બેશરમ રંગનો ‘પઠાણ’ ફાયદો, વિવાદથી એવું તે શું થયું ?
ICE ફોર્મેટ શું છે?
ICEનુ ફુલ ફોર્મ છે, ઈમર્સિવ સિનેમા એક્સપીરિયન્સ. આ પ્રકારના ફોર્મેટમાં થિયેટરમાં મૂળ સ્ક્રીનની સાથે સાઈડ પેનલ પણ હોય છે. આ પરિધીય વર્ઝન પણ બનાવે છે, જેનાથી કલર્સના બેકગ્રાઉન્ડ કન્ટ્રાસ્ટ અને મોશનની સાથે ફિલ્મ જોવાનો શાનદાર અનુભવ મળે છે. યશરાજ ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યુટર વાઈસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ એક વાતચીત દરમ્યાન પઠાણના આ ફોર્મેટમાં રીલીઝ કરવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પઠાણ થિયેટરોમાં આ ફોર્મેટની સાથે પહોંચનારી પહેલી ભારતીય ફિલ્મ હશે.
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, ધ બેટમેન, ડોક્ટર સ્ટ્રેન્જ અને ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ જેવી ફિલ્મો આ વિઝન સાથે રિલીઝ થઈ છે અને ઘણી સફળ રહી છે. પઠાણની વાત કરીએ તો આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓ આમાં સામેલ છે.