મનોરંજન

વિવાદો વચ્ચે ક્રિતિ સેનન, Adipurushના ડાયરેક્ટરે મંદિર પરિસરમાં કરી કિસ

Text To Speech

ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ તિરુપતિમાં ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ બધાની વચ્ચે એક વિવાદ પણ ઉભો થયો છે. ફિલ્મની ટીમ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ બાદ તિરુપતિ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી.

The Director Of 'Adipurush' Kissed Kriti Sanon 'goodbye' In The Temple, BJP Leaders Got Angry, Created A Ruckus | મંદિરમાં Adipurushના ડાયરેક્ટરે કરી ક્રિતિ સેનનને ગુડબાય કિસ, વીડિયો શેર કરી ...

 

આવી સ્થિતિમાં જ્યારે બધા દર્શન કર્યા પછી એકબીજાને અલવિદા કહી રહ્યા હતા, ત્યારે નિર્દેશક ઓમ રાઉતે ક્રિતિ સેનનને ગુડબાય કહેતા કિસ કરી હતી. જેના પર હવે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે, જ્યારે બીજેપી નેતાએ પણ આ અંગે વિવાદાસ્પદ વાત કરી છે.

 

ઓમ રાઉત અને ક્રિતિ સેનન મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. દર્શન પછી જ્યારે ક્રિતિ ત્યાંથી ટીમને અલવિદા કહી રહી છે. મંદિરના પરિસરમાં બંને એકબીજાને ગળે લગાડવા અને કિસ કરવાને લઈને વિવાદ ઉભો થયો છે અને જેની લાગણીઓને ઠેસ પહોંચી છે તેવા લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો : ગદર-2 રીલીઝ પર મેકર્સે આપી ખાસ ઓફર, જાણો શું મળશે ટિકિટ પર

ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને ગુડબાય કહેવા માટે કિસ કરવી સામાન્ય છે. પરંતુ બીજેપીના સ્ટેટ સેક્રેટરી રમેશ નાયડુને આ બિલકુલ પસંદ ન આવ્યું. પ્રભાસ ક્રિતિને ટેગ કરીને તેમણે ટ્વીટ કર્યું, ‘શું મંદિર જેવા પવિત્ર સ્થાનમાં આવા કૃત્યો કરવામાં આવે તે જરૂરી છે?

આ પણ વાંચો : વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?

Back to top button