

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા TET-1 અને TET-2 ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા બાબતે ઘણો વિલંબ થયો હતો ત્યારે હવે સરકાર દ્વારા આગામી માસમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ માસમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે હવે TET-1 અને TET-2 ની પરીક્ષા પણ એપ્રિલ માસમાં જ લેવાશે. ઉલીખનીય છે કે અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હવે એપ્રિલ માસમાં સરકાર આ બધી પરીક્ષા લેવાનું નક્કી કરી રહી છે ત્યારે સરકાર માટે પણ આ એક પરીક્ષા બની રહેશે. મળતી માહિતી મુજબ TET-1ની પરીક્ષા માટે અંદાજે 87 હજાર અને TET-2ની પરીક્ષા માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
- TET-1 કસોટી તા.16/04/2023 ના રોજ લેવાશે
- TET-2 કસોટી તા.23/04/2023 ના રોજ લેવાશે