બિપરજોય સંકટ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં ચડાવાઇ બે ધજા, જાણો શું છે માન્યતા
રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડુનું સંકડ મંડરાય રહ્યુ છે જેને લઈને લોકોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાની અસરને પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને પણ આગાહી કરવામા આવી છે. આ સંકટમાંથી બહાર કતાઢવા માટે લોકો ભગવાનને અલગ અલગ રીતે પ્રાથના કરતા જોવા મળી રહ્યાછે. ત્યારે આ વચ્ચે આજે દ્વારકાધીશ મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે.
બિપરજોયના સંકટ : દ્વારકાધીશના મંદિરે ચડાવાઈ બે ધજા
વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડું નજીક આવતા દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેમજ દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ત્યારે વાવાઝોડાના ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી ત્યારે દ્વારકાધીશ મંદિરે આજે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે.
જાણો આમ કરવા પાછળની શું છે માન્યતા
ઉલ્લેખનીય છે કે અગાઉ તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. આમ દ્વારકાધીશ મંદિરે બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.જેથી આજે મંદિર પર એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશના મંદિરે ગઈકાલે પણ અડધી કાઠી પર ધજા ચઢાવામાં આવી હતી. ત્યારે આજે એક સાથે બે ધજા મંદિરમાં ચઢાવામાં આવી છે. અને વાવાઝોડાના આ સંકટને ટાળવા માટે દ્વારકાધીશને પ્રાથના કરવામા આવી છે.
બિપરજોય વાવાઝોડૂં ક્યાં પહોંચ્યું છે? અહીં ક્લિક કરીને જૂઓ લાઈવ
9 અને 10 નંબરના સિગ્નલ લગાવાયા
ભયંકર વાવાઝોડું બિપોરજોય ગુજરાત તરફ આવી રહ્યું છે. અને રાજ્યના દરિયા કિનારા પર બિપરજોય વાવાઝોડું વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરાયા બાદ 9 અને 10 નંબરના સિગ્નલ લગાવાયા છે. તેમજ દરિયાકાંઠા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ સહિત વિવિધ જિલ્લાના વહિવટીતંત્રો દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વિનેશ ફોગાટે કહ્યું- ‘પીએમના મૌનથી દુખી છું’, ‘મીટિંગમાં રમતગમત મંત્રી મોબાઈલનો ઉપયોગ કરતા હતા’