ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, નવા પ્રમુખ માટે આ નેતાઓના નામ રેસમાં આગળ

Text To Speech

ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટી ટૂંક સમયમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખના બદલાવવાની વાત વહેતી થઇ છે.જો કે પાર્ટી દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામા આવ્યો નથી. તેમ છતા કોંગ્રેસમાં પ્રમુખ પદને લઇને અત્યારે કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે.

કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ બદલાવવાની શક્યતા

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ મોટા ફેરફાર કરી શકે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે હાઈકમાન્ડ તરફથી અટકળો ચાલી રહી છે.ત્યારે આ વચ્ચે કોંગ્રેસ ગુજરાતમાં નવા પ્રમુખની નિમણૂક કરી શકે છે તેમ જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસ-humdekhengenews

પ્રમુખ પદ માટે 3 નામ ચર્ચામાં ટોપ પર

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે 3 નામો ચર્ચામાં સૌથી આગળ રહ્યાં છે.જેમાં દીપક બાબરીયાનું નામ ચર્ચામાં સૌથી આગળ છે. બીજા નંબર પરેશ ધાનાણીનું નામ રેસમા સામેલ છે. અને ત્રીજા નંબર પર સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈનું નામ પણ ચર્ચામાં છે. જો પાટીદાર નેતા તરીકે જોવામાં આવે તો પરેશ ધાનાણી રેસમાં સૌથી આગળ છે. હવે જોવાનું એ રહેશે  કે જો પાર્ટી નવા પ્રમુખની નિમણૂક કરે છે તો કયા નેતાને આ મોટી જવાબદારી મળે છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડમાં ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર થયું ક્રુઝર વાહન, 7 લોકોના મોત

Back to top button