ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમેઠી હત્યાકાંડનો આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ, પોલીસ પિસ્તોલ છીનવવાનો કર્યો પ્રયાસ

  • આરોપીને રિકવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો

અમેઠી, 05 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં શિક્ષક, તેની પત્ની અને બે સગીર બાળકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી ચંદન વર્મા એન્કાઉન્ટરમાં ઘાયલ થઈ ગયો છે. જ્યારે આ એન્કાઉન્ટર થયું ત્યારે આરોપી પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ચંદન વર્માને પગમાં ગોળી વાગી હતી.

મળતી માહિતી મુજબ,પૂછપરછ દરમિયાન, જ્યારે રિકવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ચંદન વર્માએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. આ ઘટના મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. યુપી STFએ ગઈકાલે નોઈડા જેવર ટોલ પ્લાઝા પરથી હત્યારા ચંદન વર્માની ધરપકડ કરી હતી.

જૂઓ વીડિયો

 

એક જ પરિવારના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા!

અમેઠીના શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહોરવા ભવાની ચોક પર ભાડાના મકાનમાં રહેતા શિક્ષક સુનીલ કુમાર, તેમની પત્ની પૂનમ, પુત્રી દ્રષ્ટિ અને એક વર્ષની પુત્રી સુનીની ગુરુવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર પરિવારની હત્યા કર્યા બાદ આરોપી ચંદને પોતાને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે આરોપી એટલો ગુસ્સે હતો કે તેણે જે પણ તેની સામે આવે તેને ગોળી મારી દીધી.

પરિવારે અગાઉ ફરિયાદ નોંધાવી હતી

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં સરકારી શાળાના શિક્ષકના આ પરિવારે એક મહિના પહેલા એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી અને કહ્યું હતું કે, જો તેમની સાથે કંઈપણ અપ્રિય થશે તો તે જવાબદાર રહેશે.

પોલીસ અધિક્ષક અનૂપ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, સુનીલ કુમાર મૂળ રાયબરેલી જિલ્લાનો રહેવાસી હતો. તેઓ અમેઠીના પન્હૌનાની એક સરકારી શાળામાં પોસ્ટેડ હતા. પ્રારંભિક તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, સુનીલની પત્ની પૂનમે 18 ઓગસ્ટના રોજ રાયબરેલીમાં ચંદન વર્મા વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અને છેડતી હેઠળ FIR નોંધાવી હતી.

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો તેમને અથવા તેમના પરિવારને કંઈ થશે તો તેના માટે ચંદન વર્માને જવાબદાર ગણવામાં આવે. આ મામલે સિંહે કહ્યું કે, હત્યાનો આ કેસ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર છે. આ ઉપરાંત લખનઉથી વરિષ્ઠ અધિકારીઓને પણ અમેઠી મોકલવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળ જિલ્લા મુખ્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર છે.

સ્ટેટસમાં લખી હતી આ વાત

ઉલ્લેખનીય છે કે, ધરપકડ પહેલા આરોપી ચંદન વર્માના વોટ્સએપ સ્ટેટસે બધાને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, ચંદને સ્ટેટસમાં લખ્યું હતું કે ‘પાંચ લોકો મરી જવાના છે, હું તમને જલ્દી બતાવીશ.’ મળતી માહિતી મુજબ, દુષ્કર્મ કર્યા બાદ ચંદન વર્મા પોતાને ગોળી મારવા માંગતો હતો. કદાચ એટલે જ તેણે પોતાના સ્ટેટસ પર 5 લોકોની હત્યા વિશે લખ્યું હતું. પોલીસે ચંદનની શોધમાં દરોડા પાડ્યા હતા. શુક્રવારે અમેઠીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ જૂઓ: Breaking News : છત્તીસગઢમાં DRG અને STFનું મોટું ઓપરેશન, 30 નકસલીઓનું એન્કાઉન્ટર

Back to top button