અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ “હીરો” બન્યાઃ જાણો સુરત કનેક્શન VIDEO
સુરત, 20 જાન્યુઆરી, 2025: અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપણા એક ગુજરાતીએ “હીરો” બનાવી દીધા છે. કહેવાનો આશય એ છે કે, સુરતની એક અગ્રણી ડાયમંડ કંપનીએ નવનિયુક્ત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિનો હીરો તૈયાર કર્યો છે. અને મળતી જાણકારી મુજબ એ પ્રતિકૃતિ પ્રમુખ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે.
સુરતથી મળતા રોમાંચક સમાચાર મુજબ, શહેરની અગ્રણી ડાયમંડ કંપની ગ્રીન લેબ દ્વારા ચાર કેરેટના હીરા ઉપર પ્રમુખ ટ્રમ્પનો આબેહુબ ચહેરો કોતરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ ડાયમંડ ચાર કેરેટનો છે અને કંપનીના 30 કારીગરોએ લગભગ બે મહિના સુધી તેના ઉપર કામગીરી કરી ત્યારે આવી અદ્દભૂત પ્રતિકૃતિ તૈયાર થઈ છે.
પ્રમુખ ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડમાં બનાવવામાં આવ્યો છે. અગાઉ સુરતની આ જ કંપનીએ બનાવેલો એક વિશિષ્ટ ડાયમંડ વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાયડનનાં પત્નીને ભેટ આપવામાં આવ્યો હતો અને તેનો વ્હાઈટ હાઉસના સંગ્રહાલયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ અંગે કંપનીએ આપેલી માહિતી અનુસાર, આ યાદગાર ડાયમંડ પ્રમુખ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે. અહીં એ ખાસ નોંધવું જોઇએ કે ગ્રીન ડાયમંડ કંપની સુરતની અગ્રણી હીરા કંપનીઓ પૈકી એક છે અને અગાઉ આ ક્ષેત્રમાં પુરસ્કારો પણ જીતી ચૂકી છે. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીને હાઈએસ્ટ એક્સપોર્ટર ઑફ ધ યરનો પુરસ્કાર દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. (વાંચો એ અહેવાલઃ https://www.humdekhenge.in/surats-green-lab-company-was-awarded-highest-export-of-the-year-by-gjepc/ )
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કરી મુલાકાત
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD