અમેરિકી ગાયિકા મેરી મિલબને દિવાળીની શુભેચ્છા પાઠવવા જૂનો વીડિયો ફરી કર્યો પોસ્ટ
- અમેરિકી ગાયિકા મેરી મિલબને ગાયેલી વિષ્ણુ આરતી ફરી થઈ વાયરલ
- ગાયિકાએ “ઓમ જય જગદીશ હરે” ગીતને પોસ્ટ કરી દિવાળીની પાઠવી શુભકામનાઓ
અમેરિકા : અમેરિકન ગાયિકા મેરી મિલબન દ્વારા પોતાનું ગાયેલું ભક્તિમય ગીત “ઓમ જય જગદીશ હરે”ની ભાવુક પ્રસ્તુતિ દિવાળી પહેલા ફરી શનિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. પોતે ગાયેલી આ વિષ્ણુ આરતીનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી પોસ્ટ કરીને મેરી મિલબન દ્વારા ભારતવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ રહ્યો છે.
સિંગર મેરી મિલબને વિષ્ણુ આરતીની પોસ્ટ મૂકતા શું જણાવ્યું ?
ટ્વિટર પર વિષ્ણુ આરતીનો વિડીયો પોસ્ટ કરતાં મેરી મિલબને જણાવ્યું હતું કે, ” વર્ષનો મારો પ્રિય સમય આવી ગયો છે! દિવાળી ! ભારત, હું આ સપ્તાહના અંતે અને 12મી નવેમ્બરે સત્તાવાર રીતે તમારી સાથે ઉજવણી કરવા આતુર છું. વિશ્વભરના ભારતીય સમુદાયના લોકોને દિવાળીની શુભકામનાઓ! તમારી મીણબત્તી લો અને તમારી અંદરના પ્રકાશ તેમજ વિશ્વને પ્રકાશિત કરો !!
My favorite time of year has come! Diwali 🪔! #India, I look forward to celebrating with you this weekend and officially on November 12th. Happy #Diwali to Indian communities across the world! Take your candle, the light inside of you, and go light the world!! I love you,… pic.twitter.com/pSpTBktZGa
— Mary Millben (@MaryMillben) November 10, 2023
વિડિયોમાં ગાયિકા મેરી મિલબેન નારંગી, લહેંગા ચોલી અને સોનાના પરંપરાગત ઘરેણાંમાં સજ્જ જોવા મળે છે. ગાયિકા ન્યૂયોર્કના એક મનોહર સ્થાન પર “ઓમ જય જગદીશ હરે” ગીત ગાઈ રહી છે. વિડિયોમાં દીવા, લાઇટ્સ, તરતી મીણબત્તીઓ અને ફૂલો ગાયિકાને ઘેરી વળ્યા છે કારણ કે ગાયિકાએ પ્રાર્થનામાં હાથ જોડીને મધુર સ્તોત્ર ગીત ગાયું છે.
આ પણ જુઓ :શું તરસ્યા કાગડાની પંચતંત્રની વાર્તા જીવંત થઈ? આ વાયરલ વીડિયોનું શું રહસ્ય છે?