
અમેરિકન સિંગર, રેપર અને એક્ટર એરોન કાર્ટરનું 34 વર્ષની વયે અવસાન થયું છે. ઘરના બાથરુમમાંથી રહસ્યમય રીતે મળ્યો મૃતદેહ મળી આવ્યો છે.
હજુ સુધી કોઈ ષડયંત્રની આશંકા નથી
શનિવારે લગભગ 11 વાગ્યે અધિકારીઓેને ઈમરજન્સી કૉલ આવ્યો.જેમાં એક વ્યક્તિના ડૂબી જવાનો ઈમરજન્સી કૉલ આવ્યો. આ બાબત જાણ થતાં હોમિસાઇડ ડિટેક્ટિવ લૉસ એંન્જલસ કાઉંટીના લંકેસ્ટરમાં, કાર્ટરના ઘરે તપાસ માટે પહોંચ્યા. આ મામલે અન્ય કોઈ વિગત સામે આવી નથી અને હજુ સુધી કોઈ ષડયંત્રની આશંકા નથી.
View this post on Instagram
કેલિફોર્નિયાના અધિકારીઓએ શરૂઆતમાં મૃતકની ઓળખ જાહેર કરી ન હતી. અધિકારીઓએ અગાઉ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી. પરંતુ કાર્ટરની મેનેજમેન્ટ કંપનીએ પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને પુષ્ટિ આપી કે કાર્ટર મૃત્યુ પામ્યો છે. કાર્ટરની મંગેતર મેલાની માર્ટિને પણ એસોસિએટેડ પ્રેસને સમાચારની પુષ્ટિ કરી. મેલાનીએ કહ્યું, ‘અમે હજુ પણ આ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતાને સ્વીકારવાની પ્રક્રિયામાં છીએ.’ તેણે આગળ કહ્યું, ‘હું તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે ખૂબ જ આભારી રહીશ.
View this post on Instagram
હું માનસિક ડિપ્રેસિવ છું.
કાર્ટરે માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ઘણી વખત જાહેરમાં પણ કહ્યુ હતું. 2019માં, સેલિબ્રિટી વેલનેસ ટીવી શો ‘ધ ડૉકટર્સ’ પર દવાઓથી ભરેલી બેગ બતાવતી વખતે, તેણે કહ્યું કે તેને મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અને એંગ્ઝાયટીની જાણ થતાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તેણે કહ્યુ હતું કે, ‘હું માનસિક ડિપ્રેસિવ છું.’
આ પણ વાંચો : શું લિંબાયત બેઠક પર સંગીતા પાટીલનું જોર ઘટી રહ્યું છે ?
વ્યસનને લઈને જૂનો ઈતિહાસ
કાર્ટરનો વ્યસનને લઈને જૂનો ઈતિહાસ છે. અને તેને ઘણી વાર રિહેબમાં પણ જવું પડ્યુ છે. તેણે કહ્યુ હતું કે તે ‘ગાંજો છોડાવવાની મદદ’ લઈ રહ્યો છું. અને કાર્ટરે જણાવ્યુ કે, ‘હું હવે ગાંજો નથી લેવા માંગતો મને જરૂર નથી.’
એરોન કાર્ટરના ટીન મ્યુઝિક લોકોને ખૂબ જ પસંદ આવતા
કાર્ટરનું નામ 2000ની શરૂઆતના વર્ષોમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને તેના ટીન મ્યુઝિક લોકોને ખૂબ જ પસંદ આવતા હતાં.
9 વર્ષની ઉંમરે પ્રથમ આલ્બમ લોન્ચ કર્યું હતું
એરોન કાર્ટરએ 1997માં 9 વર્ષની ઉંમરે પ્રથમ આલ્બમ ‘એરોન કાર્ટર’ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. 2000માં બીજું આલ્બમ ‘એરોન્સ પાર્ટી’ પણ ખૂબ જ લોકપ્રિય થયું. ત્યારબાદ કારકિર્દીમાં આગળ એરોન કાર્ટરે રેપમાં પણ હાથ અજમાવ્યો અને એક્ટિંગ પણ કરી.
આ પણ વાંચો : ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો નવો નારો : ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’, આદિવાસીઓ મારા માટે સૌભાગ્યશાળી છે