ટ્રેન્ડિંગનેશનલ

અમેરિકન છાપાએ પીએમ મોદીનું લીધું ઈન્ટરવ્યૂ; રશિયા-ચીન સહિત ધાર્મિક સહિષ્ણુતા પર આપ્યા જવાબ

હમ દેખેગે ન્યૂઝ; ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમેરિકા સાથે વધારે સારા સંબંધો અને વૈશ્વિક સંસ્થાઓમાં મોટા પરિવર્તનનું આહ્વાન કર્યું છે.

આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ અત્યાર સુધી સૌથી મજબૂત સમયમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભૌગોલિક રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારત વિશ્વ મંચ પર પોતાનું યોગ્ય સ્થાન સુરક્ષિત કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે ચાર દિવસીય અમેરિકા પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. અમેરિકાની આ તેમની પ્રથમ સત્તાવાર સરકારી મુલાકાત છે. આ પ્રવાસ પહેલા મોદીએ અખબાર સાથે ભારતની વિદેશ નીતિ વિશે વાત કરી.

નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમેરિકા અને ભારતના નેતાઓ વચ્ચે ‘અભૂતપૂર્વ વિશ્વાસ’ છે.

વડાપ્રધાન મોદીએ અમેરિકા સાથે વધી રહેલા રક્ષા સહયોગને બંને દેશો વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોનો આધાર સ્તંભ બનાવ્યું છે. તેમને કહ્યું કે ભારત અને અમેરિકાનો સહયોગ વ્યાપાર, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રમાં પણ છે.

મોદી પોતાની અમેરિકન યાત્રા દરમિયાન અનેક મહત્વપૂર્ણ સોદા પણ કરી શકે છે.

મોદી પોતાની અમેરિકન યાત્રા દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરાર કરી શકે છે. ભારત જેટ-ફાઈટર વિમાનોના એન્જિન ભારતમાં નિર્માણ કરવાનો સોદો પણ કરી શકે છે. ભારત અમેરિકા પાસેથી ઉંચાઇ પર ઉડનારા પ્રીડેટર ડ્રોનની ખરીદી પણ કરી શકે છે.

રશિયા યૂક્રેન યુદ્ધ પછી પશ્ચિમી પ્રતિબંધોને નજરઅંદાજ કરીને ભારતે રશિયા સાથે સસ્તા દરમાં મોટી માત્રામાં તેલ ખરીદ્યું છે.

ચીન મોરચે ભારત વિયેતનામ સાથે પણ પોતાના સંબધ મજબૂત બનાવી રહ્યું છે

તે છતાં અમેરિકા ભારતના સંબંધો મજબૂત બનેલા રહ્યાં છે કેમ કે અમેરિકાને આશા છે કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વધી રહેલા ચીનના પ્રભાવને પહોંચીવળવા માટે ભારત જ મદદરૂપ થઈ શકે છે.

વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વ રાજનીતિમાં ભૂમિકા ભજવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનો સમય આવી ગયો છે.

સમાચાર પત્ર અનુસાર ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીએ ભારતને ગ્લોબલ સાઉથના નેતાના રૂપમાં રજૂ કર્યો અને કહ્યું કે ભારત વિકાસશીલ દેશોને લાંબા સમયથી નજરઅંદાજ કરવાની આશાઓનો અવાજ બની શકે છે.

મોદીએ કહ્યું, ભારત એક ઉચ્ચ, વ્યાપક અને મોટી ભૂમિકાનું હકદાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં ફેરફાર કરવાની પણ માંગ કરી અને કહ્યું ક, આ સંસ્થાઓને બહુધ્રુવીય (multipolar) થઇ રહેલી દુનિયાના હિસાબે પોતાને બદલવી જોઈએ જેથી દુનિયાના ઓછા પ્રભાવશાળી દેશોની જળવાયુ પરિવર્તનના પ્રભાવોથી લઈને દેવામાં ઘટાડા જેવી પ્રાથમિકતાઓનું પણ વ્યાપાક પ્રતિનિધિત્વ કરી શકે.

આ પણ વાંચો-વિદેશ જવાના મોહમાં ગુજરાતી કપલ ઈરાનમાં ફસાયું, બંધક બનાવી રુપિયા માગ્યા

ભારતમાં દરેક ધર્મનું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મદી ભારતના સૌથી ચર્ચિત નેતાઓમાં સામેલ છે. તેમના નેતૃત્વમાં બીજેપી વર્ષ 2014 અને 2019માં બહુમતિથી લોકસભા ચૂંટણી જીતી ચૂકી છે. ભારતમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું કે મોદીની સ્વીકાર્યતા રેટિંગ હજું પણ ઉંચી છે.

ભારતમાં બીજેપીના રાજકીય વિરોધી અને માનવાધિકાર કાર્યકર્તા બીજેપી પર દેશને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવે છે. ટીકાકારો પ્રેસની આઝાદી, કાશ્મીર વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા જેવા પ્રશ્ન પણ ઉઠાવે છે.

આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ન માત્ર પોતાની વિવિધતા પ્રત્યે સહિષ્ણુ છે પરંતુ આનું જશ્ન પણ મનાવે છે.

મોદીએ એક નિવેદનમાં કહ્યું, “હજારો વર્ષથી ભારત એક એવી ભૂમિ રહ્યું છે, જ્યાં દરેક ધર્મ અને માન્યતાના લોકોને શાંતિપૂર્વક સહઅસ્તિત્વ અને વિકાસની સ્વતંત્રતા મળી છે. તમને દુનિયાના દરેક ધર્મના લોકો ભારતમાં એકતાથી રહેતા જોવા મળશે.”

બોર્ડર પર શાંતિથી સુધરશે સંબંધ

ભારતે છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશમાં ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે અને મોદી સરકારે અમલદારશાહીનો વર્ચસ્વ ઘટાડોની પણ ભરપૂર કોશિશ કરી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના એક પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું, “હું તે સ્પષ્ટ કરી દેવા માંગું છું કે અમે ભારતને અન્ય કોઈ દેશની જગ્યા લેતા જોઈ રહ્યાં નથી. અમે આ પ્રક્રિયાને ભારતને દુનિયામાં પોતાનો યોગ્ય સ્થાન મેળવવાની પ્રક્રિયાના રૂપમાં જોઈ રહ્યાં છીએ. આજનો વિશ્વ પરસ્પર રૂપથી પહેલાથી વધારે જોડાયેલો છે અને એક-બીજા પર નિર્ભરતા પણ પહેલા કરતાં વધારે વધી છે. સુગમતા (ફ્લેકશિબિલિટી) પેદા કરવા માટે સપ્લાઇ ચેનમાં વધારે વિવિધતા હોવી જોઈએ. ”

ચીન સાથેના સંબંધને લઇને જોડાયેલા પ્રશ્ન પર વડાપ્રધાન મોદીએ કહ્યું, ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે બોર્ડર પરના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.

ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં સૈનિકોની ઝડપ પછી તણાવ વધ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું, કાનૂનના શાસનનું પાલન અને વિવાદો અને મતભેદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવું અમારો મૂળ વિશ્વાસ છે. બીજી તરફ ભારત પોતાની સંપ્રભુતા અને સન્માનની રક્ષા કરવા માટે બધી જ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ પણ છે.

આ પણ વાંચો- ચીનના મોરચે મોટું પગલું; ભારત વિયેતનામને મિસાઇલ યુદ્ધ જહાજ આપશે ભેટ, જાણો કેમ છે આ ડીલ મહત્વપૂર્ણ

ભારતની પ્રાથમિકતા છે શાંતિ

ભારતે અમેરિકા સાથે પોતાના સંબંધોને મજબૂત કર્યા છે, વ્યાપાર વધાર્યું છે અને બીજી તરફ રશિયા સાથે પોતાના સંબંધો સારા રાખ્યા છે. યૂક્રેન પર રશિયાના આક્રમણ પછી ભારતે ક્યારેય રશિયાની ટીકા કરી નથી અને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ દૂર રહ્યું છે.

આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ન માત્ર પોતાની વિવિધતા પ્રત્યે સહિષ્ણુ છે પરંતુ આનું જશ્ન પણ મનાવે છે.

રશિયાને લઈને ભારતના પક્ષની ટીકા સાથે જોડાયેલા પ્રશ્ન પર મોદીએ કહ્યું, મને લાગતું નથી કે આવી રીતની ધારણા અમેરિકામાં મોટા પાયે છે. હું સમજું છું કે ભારતની સ્થિતિને આખી દુનિયામાં બધા લોકો સારી રીતે જાણે છે અને સમજે છે. દુનિયાને તે વાત પર પૂર્ણ વિશ્વાસ છે કે ભારતની પહેલી પ્રાથમિકતા શાંતિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે યૂક્રેન સંઘર્ષની વાત આવે છે તો કેટલાક લોકો કહે છે કે તે તટસ્થ છે. પરંતુ અમે તટસ્થ નથી. અમે શાંતિના પક્ષમાં છીએ.

મોદીએ કહ્યું, “બધા દેશોને આંતરાષ્ટ્રીય કાયદાઓ અને બીજા દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. વિવાદોનું સમાધાન વ્યૂહાત્મત અવે વાતચીત દ્વારા હોવી જોઈએ. ભારત સંઘર્ષને સમાપ્ત કરવાના બધા જ સાચા પ્રયાસોનું સમર્થન કરે છે અને લાબાગાળાની શાંતિ અને સ્થિરતા લાવવા માટે દરેક સંભવ પગલા ઉઠાવવા માટે તૈયાર છે.”

સંયુક્ત રાષ્ટ્રમાં મોટી ભૂમિકાના સંકેત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં કહ્યું હતું કે “આતંકવાદ, પ્રોક્સી વોર અને વિસ્તરણવાદ (એકબીજા દેશની જમીન પચાવી પાડવી) જેવી વિશ્વની મોટાભાગની સમસ્યાઓ વૈશ્વિક સંસ્થાઓની નિષ્ફળતાને કારણે છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સંસ્થાઓની નિષ્ફળતાને કારણે ખાલી જગ્યા પર નાના પ્રાદેશિક જૂથો ઉભા થયા. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં બદલાવ આવવો જોઈએ.

બાઇડેનના આમંત્રણ પર પીએમ મોદી અમેરિકાના પ્રવાસે

મોદીએ કહ્યું, “પ્રીમિયર સંસ્થાઓની સદસ્યતા જુઓ, શું તે વિશ્વમાં લોકતાંત્રિક મૂલ્યોનો અવાજ રજૂ કરે છે? આફ્રિકા જેવા દેશો પાસે શું તેમનો પોતાનો અવાજ છે? ભારતની આટલી વિશાળ વસ્તી છે અને તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચમકી રહ્યું છે, પરંતુ શું ભારત તેમાં હાજર છે?

પીસકીપીંગ ઓપરેશન્સમાં ભારતીય સૈનિકોની ભૂમિકા પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ થવાની ભારતની ઈચ્છાનો પણ સંકેત આપ્યો હતો.

મોદીએ કહ્યું, “હાલની સદસ્યતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને વિશ્વને પૂછવું જોઈએ કે શું તેઓ ઈચ્છે છે કે તેમાં ભારત પણ હોય.”

આ પણ વાંચો- 22મી જૂને કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડુ, લોકસભાની ચૂંટણીને લઈને થશે બેઠક

Back to top button