ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન આવશે ભારત; જી-20 શિખર સંમેલનમાં લેશે ભાગ

Text To Speech

નવી દિલ્હી:  આ વર્ષે જી-20 સંમેલનની અધ્યક્ષતા ભારત કરવાનું છે. સપ્ટેમ્બરમાં જી-20 શિખર સંમેલનનુ આયોજન કરવામાં આવશે અને તેમાં ઘણા દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો ભાગ લેવા માટે ભારત આવશે. મળતી માહિતી અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પણ ભારત આવનારા નેતાઓમાં સામેલ છે.

વ્હાઈટ હાઉસના નેશનલ સિક્યરિટી એડવાઈઝર જેક સુલિવાને આ બાબતે જાણકારી આપતા કહ્યુ હતુ કે, જો બાઈડન 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે રહેશે. તે સાથે સાથે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જિન પિયરેએ વધુમાં કહ્યુ છે કે, જી-20 સંમેલનમાં જો બાઈડન બીજા નેતાઓ સાથે યુક્રેન યુધ્ધ તેમજ બીજા વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરશે. આ સાથે સાથે જી-20 માં ભાગીદાર દેશોમાં ક્લીન એનર્જી તેમજ ક્લાઈમેટ ચેન્જ પરની ચર્ચા પણ રાષ્ટ્રપતિના એજન્ડામાં સામેલ છે.

આ પણ વાંચો-ભારતના ચંદ્રયાન-3ના સુરક્ષિત લેન્ડિંગ માટે અમેરિકા અને યુરોપ કેમ મદદ કરી રહ્યા છે?

વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર વિકાસશીલ દેશોને વધારે મદદ મળે તેમજ તેમને ચીનના બેલ્ડ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ મળતી મદદની સામે બીજા પણ વિકલ્પ મળે તેની જરુર છે અને રાષ્ટ્રપતિ બાઈડન આ મુદ્દો પણ ઉઠાવશે.

જી-20 સંમેલનમાં આ સંગઠનના કાયમી સભ્યો તો ભાગ લેશે જ પણ સાથે સાથે બીજા સંખ્યાબંધ દેશોને અતિથિ દેશો તરીકે ભારત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-બ્રિક્સ સમિટ: દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ નેતાઓની બેઠક; શી જિનપિંગ બિઝનેસ ફોરમમાં રહ્યાં ગેરહાજર

Back to top button