નેશનલ

અમેરિકન મંત્રીને ચીન કરતાં ભારત પર વધારે વિશ્વાસ; કહ્યું, રશિયા-યુક્રેન યુદ્ધમાં…!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની યાત્રા કરશે, વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે. પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડનના આમંત્રણ પર 21થી 24 જૂન સુધી અમેરિકાનાી યાત્રા કરવાના છે. તેઓ 22 જૂને મોદી માટે રાજકીય ભોજની મેજબાની કરશે. આ યાત્રા દરમિયાન મોદી 22 જૂને અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

આ દરમિયાન અમેરિકન કોંગ્રેસના સભ્ય એમી બેરાએ કહ્યું છે કે, યૂક્રેન યુદ્ધની સમસ્યાને ઉકેલવામાં અગ્રણી ભૂમિકા ભજવાવા બાબતમાં ભારત ચીનથી યોગ્ય સાબિત થઈ શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં તેમને કહ્યું કે રશિયા સાથે ભારતના સંબંધ ખુબ જ જૂના છે,જેના કારણે ભારત ચીનની સરખામણીમાં વધારે યોગ્ય રીતે કામ કરી શકે છે.

આ પણ વાંચો- નરેન્દ્ર મોદી 2024માં સત્તામાં પાછા ફરવા અંગે FPI આશાવાદી: રિપોર્ટ

એમી બેરાએ કહ્યું કે તેઓ યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને ખત્મ કરવા માટે ભારતને પોતાની બધી જ વ્યૂહાત્મક ક્ષમતાઓનો ઉપયોગ કરતી જોવા માંગીએ છીએ.

તેમણે કહ્યું, મને તે વાતની જાણકારી નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રરપતિ જો બાઈડેન વચ્ચે આગામી સપ્તાહ થનારી મુલાકાતમાં યુક્રેન યુદ્ધ પર ચર્ચા થશે કે નહીં. પરંતુ મને વિશ્વાસ છે કે ભારત રશિયા-યૂકેન સંકટમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. બારતના રશિયા સાથે ખુબ જ જૂના સંબંધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનથી 24 જૂન સુધી અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર હશે. આ યાત્રા દરમિયાન 22 જૂને પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં રાત્રિભોજનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડાયેલી RTI પર મોદી સરકારે આપ્યો જવાબ

મંત્રાલયે યાત્રા કાર્યક્રમ અંગે જણાવ્યું કે વડાપ્રધાન મોદી 21 જૂને ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભની આગેવાની કરશે. તેમને જણાવ્યું કે મોદી 22 જૂને અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે તથા તેના એક દિવસ પછી એટલે 23 જૂને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તેમના સન્માનમાં બપોરના ભોજનની મેજબાની કરશે.

  • પીએમ મોદનું શેડ્યુલ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની યાત્રા કરશે.
  • વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પોતાની ઉચ્ચ સ્તરિય વાર્તાના ક્રમને આગળ વધારતા 22 જૂને વોશિંગ્ટનમાં તેમના સાથે મુલાકાત કરશે.
  • અમેરિકન રાષ્ટ્રપિત બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડેન 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં રાજકીય રાત્રિભોજની મેજબાની કરશે.
  • વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
  • અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 23 જૂને વડાપ્રધાન મોદીના સન્માનમાં બપોરના ભોજની મેજબાની કરશે.
  • પીએમ મોદી વોશિંગ્ટનમાં અગ્રણી કંપનીઓના સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે.
Back to top button