વર્લ્ડ

અમેરિકન ગન કલ્ચરે એક સપ્તાહમાં શિકાગોમાં 8 લોકોનો લીધો ભોગ, 42 થયા ઘાયલ

Text To Speech

અમેરિકાનું ગન કલ્ચર વિશ્વભરમાં પોતાની અકારણ ક્રૂરતાનાં કારણે હજારો લોકોનો ભાગ લેતુ રહે છે. છાસવારે સામે આવે છે કે અમેરિકામાં ગાળીબારની ઘટના આટલા લોકોનાં નિપજ્યા મોત. હજૂ તો એક ઘટના માંડ માંડ દિલો દિમાગમાંથી નિકળી હોય ત્યાં બીજી આકાર લઇલે છે અને નિર્દેષ આ ગન કલ્ચરનો ભોગ બનતા જ રહે છે. અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી અને આજે પણ આવી જ ક્રૂર ઘટના સામે આવી છે.

ગત સપ્તાહમાં શિકાગોમાં આંધાધૂંધ ગોળીબારની અનેક ઘટના સામે આવી છે, જેમાં બાળકો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. યુએસ મીડિયા અનુસાર, ગત સપ્તાહના અંતમાં શિકાગોમાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની હતી, જેમાં 8 લોકોના ગોળીબારમાં મોત થયા હતા અને 42 લોકો ઘાયલ થયા હતા.

ફાયરિંગની પ્રથમ ઘટના શુક્રવારે સાંજની આસપાસ બની હતી. શિકાગોના સાઉથ કિલપેટ્રિક વિસ્‍તારમાં એક 69 વર્ષીય વ્‍યક્‍તિની તેના ઘરમાં જ ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર,આ ઘટનાનાં પીડિતોમાં એક સગીર તેમજ 62 વર્ષની મહિલા સહિત તમામ વય જૂથના લોકોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે આવી ઘટનાઓ બ્રાઇટન પાર્ક, સાઉથ ઇન્‍ડિયાના, નોર્થ કેડજી એવન્‍યુ, હમ્‍બોલ્‍ટ પાર્ક સહિત અનેક વિસ્‍તારોમાં બની હતી.

અમેરિકન મીડિયા અનુસાર, ગત અઠવાડિયે ફાયરિંગમાં 8 લોકો માર્યા ગયા અને 42 ઘાયલ થયા. અમેરિકામાં છૂટાછવાયા ગોળીબારની સાથે સામૂહિક ગોળીબાર પણ મોટી સમસ્‍યા બની રહી છે. સંશોધન જૂથ ગન વાયોલન્‍સ આર્કાઇવના ડેટા અનુસાર, 2022 માં અત્‍યાર સુધીમાં યુએસમાં 140 થી વધુ સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે. સંસ્‍થાનું કહેવું છે કે તેઓ દરરોજ 7500 સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે.

બિડેન વહીવટીતંત્રે તાજેતરમાં સામૂહિક ગોળીબારને રોકવા માટે નવા પગલાં દાખલ કરવાની હાકલ કરી હતી. તેમાં ગન કલ્‍ચરને રોકવાની પણ વાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઘોસ્‍ટ ગન કલ્‍ચર હેઠળ લોકો અલગ-અલગ દુકાનોમાંથી બંદૂકના અલગ-અલગ ભાગો ખરીદે છે અને બાદમાં તેને એસેમ્‍બલ કરીને બંદૂક બનાવે છે. આ બંદૂકનો ઉપયોગ માનવ સંહારમાં કરવામાં આવે છે જેમાં હજારો નિર્દેષોનો ભોગ લેવાય છે.

Back to top button