ટ્રેન્ડિંગનેશનલ

હલ્દીરામને ખરીદવા અમેરિકાની બ્લેકસ્ટોન કંપનીની રૂ.70,500 કરોડ સુધીની બોલી

  • 87 વર્ષ જૂની હલ્દીરામ ભારતની સૌથી મોટી સ્નેક અને વિશ્વાસપાત્ર ફૂડ કંપની
  • હલ્દીરામ દ્વારા ફૂડ પ્રોડક્ટની 100 દેશોમાં નિકાસ કરવામાં આવે છે
  • હલ્દીરામનો 74 ટકાથી 76 ટકા હિસ્સો ખરીદવા આતુર

હલ્દીરામને ખરીદવા અમેરિકાની બ્લેકસ્ટોન કંપનીની રૂ.70,500 કરોડ સુધીની બોલી લગાવી છે. જેમાં બ્લેકસ્ટોન સાથે મળી અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપુરની જીઆઈસીનો સંયુક્ત પ્રયાસ છે. એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ છે. 87 વર્ષ જૂની હલ્દીરામ ભારતની સૌથી મોટી સ્નેક અને વિશ્વાસપાત્ર ફૂડ કંપની છે.

આ પણ વાંચો: સુરત: મૌલાનાની ધરપકડ થતા ચોંકાવનારા ખુલાસા થયા, રઝાના પાકિસ્તાની સંપર્ક સામે આવ્યા

હલ્દીરામનો 74 ટકાથી 76 ટકા હિસ્સો ખરીદવા આતુર

અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનની આગેવાનીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ એથોરિટી (એડીઆઈએ) અને સિંગાપુરની જીઆઈસીએ ગત સપ્તાહના અંતે હલ્દીરામ સ્નેક્સ ફૂડ (એેચએસએફપીએલ)માં કંટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવા માટે બિન-બંધનકર્તા બિડ સુપરત કરી હતી. વિશ્વની પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કંપની બ્લેક્સ્ટોન એડીઆઈએ અને જીઆઈસીએ સાથે મળી રૂ.66,400 કરોડથી રૂ.70,500 કરોડમાં હલ્દીરામનો 74 ટકાથી 76 ટકા હિસ્સો ખરીદવા આતુર છે. નોંધનીય છે કે, એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ છે.

HSFPL અગ્રવાલ પરિવારના દિલ્હી અને નાગપુર ખાતેના જૂથો

HSFPL અગ્રવાલ પરિવારના દિલ્હી અને નાગપુર ખાતેના જૂથો છે. 87 વર્ષ જૂની હલ્દીરામ ભારતની સૌથી મોટી સ્નેક અને વિશ્વાસપાત્ર ફૂડ કંપની છે. જો કે હાલ બ્લેકસ્ટોન દ્વારા થઈ રહેલી સોદાની સમગ્ર કવાયતની સફળતા હલ્દીરામના નાગપુર અને દિલ્હી જૂથોના મર્જર પર નિર્ભર છે. જેની પ્રક્રિયા હાલ જારી છે. યોજનાને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) દ્વારા મંજૂરી મળી છે. મર્જરની આ કામગીરી આગામી ત્રણથી ચાર માસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

હલ્દીરામ ભારતમાં સૌથી મોટી સ્નેક્સ અને વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ

હલ્દીરામ ભારતમાં સૌથી મોટી સ્નેક્સ અને વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ છે. આ બ્રાન્ડ 500 પ્રકારના પેકેજ્ડ ફૂડ ઉત્પાદનોનું નિર્માણ અને વિતરણ કરે છે. હલ્દીરામ દ્વારા નમકીન, ભુજિયા, મીઠાઈઓ, ખાવા માટે તૈયાર ભોજન, બિસ્કિટ, નોન કાર્બોરેટેડ પીણાં, પાસ્તાનું ઉત્પાદન કરવામાં આવે છે. હલ્દીરામ દ્વારા ફૂડ પ્રોડક્ટની 100 દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

Back to top button