ઈઝરાયેલના નેત્યનાહુ સામે ધરપકડ વોરન્ટ જાહેર કરાતા ICCને અમેરિકાએ આપી ચેેતવણી
- યુએસએ આ વોરન્ટની વિરુદ્ધમાં ICCને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે
- ગાજાપટ્ટીમાં ભીષણ નરસંહારના લીધે ઈઝરાયેલી પીએમ નેત્યનાહુની વિરુધ્ધમાં વોરન્ટ જારી કરવામાં આવ્યું છે
- ઇઝરાયેલના નેત્યનાહુ સહિત સંરક્ષણ મંત્રી અને IDF ચીફ વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જારી કરી શકે છે
HD ન્યુઝ ડેસ્ક, 30 એપ્રિલ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ છે એ વચ્ચે ઇઝરાયેલના વડા નેત્યનાહુ વિરુધ્ધમાં ICC (ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ) એ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. ગાજાપટ્ટીમાં ભીષણ નરસંહારના લીધે ઇઝરાયેલ પીએમ નેત્યનાહુની વિરુધ્ધમાં વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ માત્ર નેતન્યાહુ વિરુદ્ધ જ નહીં પરંતુ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી અને IDF ચીફ વિરુદ્ધ પણ જારી થઈ શકે છે.
ગાજા પટ્ટીમાં ઈઝરાયેલી સેનાના નરસંહારથી મરનારાની સંખ્યા 34 હજારને પાર કરી ગઈ છે. જેમાં મોટાભાગે નિર્દોષ બાળકો અને મહિલાઓ છે. ગાજા પર જમીની અને હવાઈ ઓપરેશન રોકવા માટે યુએન સહિત ઘણી આંતરરાષ્ટ્રીયય સંસ્થાઓએ અવાજ ઉઠાવ્યો છે પણ, નેતન્યાહુએ પીછેહઠ કરી નથી. ICCએ કોઈ પણ દેશના સર્વોચ્ચ વડા પર આ પ્રકારના એકશન પહેલી વાર લીધેલા હોય એવું નથી, પરંતુઆ પહેલા યુક્રેન યુદ્ધના આરોપમાં રશિયાના વડા પુતિનની વિરુધ્ધ પણ વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું. આ પ્રકારના એકશન આઈસીસીના નિયમોને માનનારા કોઈ પણ દેશની યાત્રા દરમિયાન જે તે નેતાની વિરુધ્ધ ધરપકડની શક્યતા રહેતી હોય છે.
અમરિકી વિદેેેેશ મંત્રી યુદ્ધવિરામમની ચર્ચા માટે સાઉદી અરેબિયામાં
2014ના ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યહુદી દેેેશ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચેના યુદ્ધમાંં કરાયેલા ગુનાઓની તપાસ અદાલતે શરૂ કર્યાને ત્રણ વર્ષ થયા છે. ઈઝરાયેલના એક સરકારી સુત્રે ઈઝરાયેલના એક સમાચાર પત્રને જણાવ્યું કહ્યું હતું કે, ICCને ઈઝરાયેલના વડાના વોરન્ટનેે રોકવા અમેરિકાનો આ છેલ્લો રાજદ્વારી પ્રયાસનો એક ભાગ છે. આ જ સમયે, ઇઝરાયેલ ગાઝામાં યુદ્ધને રોકવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ અને અન્ય લશ્કરી અધિકારીઓ માટે યુદ્ધ અપરાધની ધરપકડ વોરંટ જારી કરવાથી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, હાલમાં ગાઝામાં યુદ્ધવિરામ કરાર પર ચર્ચા કરવા સાઉદી અરેબિયામાં છે, અમેરિકી વિદેશ મંત્રીએ હમાસ સાથે સંભવિત યુદ્ધવિરામ માટે ઇઝરાયેલની નવીન અને અસાધારણ ઉદાર ઓફર સ્વીકારવા અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે બંધકોની મુક્તિ માટે આગ્રહ કર્યો હતો.
અમેરિકાની ICCને ચેતવણી
એક અહેવાલ પ્રમાણે, યુ.એસ.માં બંને પક્ષોના સાંસદોએ ICCને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલના ટોચના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે તો વોશિંગ્ટન કોર્ટ સામે બદલો લેશે . ઉલ્લેખનીય છે કે ICC નેતન્યાહુ, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી અને IDF ચીફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરી શકે છે. આ મામલે ICC કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. પણ યુએસ અધિકારીઓ માની રહ્યા છે કે ICC યુએસની ચેતવણી પછી પીછેહઠ કરી શકે છે. યુએસ હાઉસના સ્પીકર માઈક જોન્સને ગાઝા યુદ્ધ માટે નેતન્યાહૂની ધરપકડ વોરંટ જારી કરવા બદલ ICCની નિંદા કરી છે.
આ પણ વાંચો: કોલંબિયામાં સર્જાઈ મોટી દુર્ઘટના, આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 9 સૈનિકોના દુ:ખદ મૃત્યુ