ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: મોટી વિમાન દુર્ઘટના ટળી, રન વે પર અચાનક બે પ્લેન આમને-સામને આવી ગયા, પાયલટે સૂઝબૂઝ વાપરી

Text To Speech

શિકાગો, 26 ફેબ્રુઆરી 2025: અમેરિકાના શિકાગોમાંથી એક મોટી વિમાન દુર્ઘટના થતાં રહી ગઈ. હકીકતમાં જોઈએ તો, શિકાગો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાઉથ વેસ્ટ એરલાઈન્સનું વિમાન રન વે પર લેન્ડ કરી રહ્યું હતું, તો વળી બીજી તરફથી એક ઝેટ, એ જ રન વે પર ટેક ઓફ કરવા માટે આગળ વધી રહ્યું હતું.

સાઉથ વેસ્ટ એરલાઈન્સના વિમાનના પાલયટે જેવું રન વે પર ચાલી રહેલા ઝેટ પર નજર પડી, તેણે વિમાનને લેન્ડ કરવાની જગ્યાએ પાછા આકાશનમાં ટેક ઓફ કરવાનો નિર્ણય લીધો. પાયલટની હોંશિયારીના કારણે આ દુર્ઘટના થતી ટળી ગઈ. વિમાન જ્યારે એક વાર હવામાં ઉડી ગયું તો યાત્રીઓ પણ ચોંકી ગયા. થોડી વાર માટે તો વિમાનમાં બેઠેલા મુસાફરોમાં પણ ભયનો માહોલ સર્જાયો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સાઉથવેસ્ટનું વિમાન સવારે 9 વાગ્યે રનવે નજીક આવી રહ્યું હતું, ત્યારે અચાનક ઉપર ઉડવા લાગ્યું. તે સમયે એક નાનું વિમાન રનવે પર આવી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

એરલાઈનના પ્રવક્તાએ એક ઈમેલમાં જણાવ્યું છે કે, સાઉથવેસ્ટ ફ્લાઈટ 2504 સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. ચાલક દળનું એક અન્ય વિમાન રન વે પર આવ્યા બાદ સંભવિત ટકરાવથી બચવા માટે સાવધાનીના ભાગરુપે ફરી વાર ઉડાન ભરી. ચાલક દળે સુરક્ષા પ્રક્રિયાનું પાલન કર્યું અને ફ્લાઈટને કોઈ પણ દુર્ઘટના વિના ઉતાર્યું.

અહીં ઉલ્લેખનિય છે કે, તાજેતરના દિવસોમાં અમેરિકામાંથી કેટલીય વિમાન દુર્ઘટનાઓ સામે આવે છે. 6 ફેબ્રુઆરીના રોજ અલાસ્કામાં કોમ્પ્યુટર પ્લેનનું ક્રેશ થવું, જેમાં સવાર 10 લોકોના મોત થઈ ગયા હતા. 26 જાન્યુઆરીના રોજ વોશિંગટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર એક આર્મી હેલીકોપ્ટર અને એક અમેરિકન એરલાઈન્સનું વિમાન પણ અકસ્માત થયો હતો. જેમાં સવાર 67 લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો: પ્રયાગરાજ બાદ હવે કુંભ મેળાનું આયોજન ક્યાં થશે? આ રાજ્યની સરકારે તો તૈયારીઓ શરુ કરી દીધી

Back to top button