ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકાના ગુપ્તચર વિભાગના વડા તુલસી ગબાર્ડ ભારતમાં આવશે,જાણો તેમની આ મુલાકાત કેટલી મહત્ત્વની?

Text To Speech

નવી દિલ્હી, 11 માર્ચ 2025: અમેરિકાની નેશનલ ઈંટેલિજેંસ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઈંડો પેસિફિક પ્રવાસ પર રવાના થયા છે. આ દરમ્યાન તેઓ ભારતમાં પણ આવવાના છે. સોમવારે તેમને જણાવ્યું કે, તેઓ જાપાન, થાઈલેન્ડ અને ભારતનો પ્રવાસ કરવાના છે.

પીએમ મોદી સાથે થઈ હતી મુલાકાત

ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા. પીએમ મોદીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીની મુલાકાત તુલસી ગબાર્ડ સાથે પણ થઈ હતી. હવે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદ તુલસી ભારત આવી રહ્યા છે.

તુલસી ગબાર્ડે પોતાનો પ્રવાસ પ્રશાંત મહાસાગરમાં આવેલા અમેરિકન ટાપુ હવાઈની રાજધાની હોનોલુલુથી શરૂ કર્યો. અહીં તેઓ ગુપ્તચર સમુદાયના લોકો, ઈન્ડો-પેસિફિક કમાન્ડના નેતાઓ અને તાલીમ લઈ રહેલા સૈનિકોને મળશે.

તુલસી ગબાર્ડ કોણ છે?

43 વર્ષિય તુલસી ગબાર્ડ ઈરાક યુદ્ધના દિગ્ગજ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના યુદ્ધ ક્ષેત્રોમાં તેમની ત્રણ વાર તૈનાતી થઈ અને તેમણે પોતાની સેવાઓ આપી છે. તુલસી ગબાર્ડ પહેલા એક ડેમોક્રેટ હતા, પણ ઓક્ટોબર 2022માં તેમણે પાર્ટી છોડી દીધી અને 2024માં રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થઈ ગયા.

તુલસી ગબાર્ડ યુએસ કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ હતા, પરંતુ તેમનો ભારત સાથે કોઈ સંબંધ નથી. તેમના ધર્મને કારણે તેમને ઘણીવાર ભારતીય સમજવામાં આવે છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી જીતી જતાં રસ્તા પર નીકળી હોબાળો કરનારા યુવાનોની સાન ઠેકાણે લાવી, માથે મુંડન કરાવી સરઘસ કાઢ્યું

Back to top button