આ તારીખથી અમેરિકા ભારતને આપશે મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત


અમેરિકા, 5 માર્ચ 2025 : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર વચ્ચે આજે (માર્ચ 05) સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ અમારા પર જે પણ ટેરિફ લાદશે, અમે તેના પર પણ તે જ ટેરિફ લગાવીશું. આ દરમિયાન ટ્રમ્પે ભારત અને ચીનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી
તેમણે કહ્યું કે ભારત આપણા પર 100 ટકા ઓટો ટેરિફ લાદે છે. ભારત સહિત ચીન, મેક્સિકો અને કેનેડા સહિત ઘણા દેશો પર ટેરિફ લાદશે (યુએસ ઇમ્પોઝ ટેરિફ ઓન ઇન્ડિયા). ચીન ડબલ અને દક્ષિણ કોરિયા ચાર ગણા વધુ ટેરિફ લાદે છે, જ્યારે અમે તેમને લશ્કરી સહાય આપીએ છીએ, પરંતુ 2 એપ્રિલથી અમે તે દેશ પર તે જ ટેરિફ લાદીશું જે દેશ આપણા પર લાદે છે. ઉલ્લેખનીય છે કે આને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકાના પારસ્પરિક ટેરિફથી બચશે નહીં અને ભારપૂર્વક કહ્યું હતું કે ટેરિફ માળખા પર કોઈ મારી સાથે દલીલ કરી શકે નહીં.
આ પણ વાંચો : Pre-Market: શું નિફ્ટી 100 સપ્તાહના EMA જાળવી શકશે? 22,000ની સપાટી તોડશે તો….
ગુજરાતઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતોને પ્રોત્સાહન આપવા GIFT સિટીમાં સેમિનારનું આયોજન