રશિયાને ભારતથી દૂર કરવા અમેરિકાએ આ પગલું ભર્યું
ઇન્ડો-પેસિફિક રીજનમાં ચીન જોડે હરીફાઈ કરવા અને હથિયાર માટે ભારતની રશિયા પર નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકાએ ભારત જોડે એક રક્ષા પહેલ કરી છે. આ રક્ષા પહેલને ‘યુએસ-ઇન્ડિયા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી’ નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
ચીન જોડે હરીફાઈ કરવા માટે ભારત અને અમેરિકા એ મહત્વકાંક્ષી ટેકનિક અને રક્ષા પહેલ શરૂ કરી છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીન જોડે હરીફાઈ કરવા અને હથિયારો માટે રશિયા પર નિર્ભરતા ઓછી કરવા માટે અમેરિકા અને ભારત ઉન્નત રક્ષા અને કમ્પ્યુટિંગ પ્રોદ્યોગિકી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમેરિકા અનેક વાર કહી ચૂક્યું છે કે હથિયારો માટે રશિયા પર નિર્ભરતા ને લીધે ભારત તેના નજીક વધારે છે એટલે જ અમેરિકા પણ ભારતને આધુનિક ટેકનિક આપવામાં સહયોગ કરશે.
આ પણ વાંચો : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એટલા મજબૂત નથી જેટલા હોવા જોઈએ, કોણે કહ્યું આવું ?
આ રક્ષા પહેલમાં જનરલ ઇલેક્ટ્રીકટ કંપનીના જેટ એન્જિનોના ઉત્પાદનો પણ શામિલ કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે અમેરિકા ઈચ્છે છે કે ચીન જોડે હરીફાઈ કરવા માટે ભારતે રશિયા પર નિર્ભર ન રહેવું પડે. આ રક્ષા પહેલને યુએસ-ઇન્ડિયા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે. ભારત અને અમેરિકાએ મંગળવારે આ યોજનાની જાણકારી આપી હતી.