દેશની આંતરિક બાબતો પર ફરી બોલ્યું અમેરિકા, હવે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો
નવી દિલ્હી, 28 માર્ચ: અમેરિકાએ ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે તેઓ આ મુદ્દા માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અંગે આપી પ્રતિક્રિયા
મિલર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમને કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અંગેની તેમની ટિપ્પણી પર યુએસ રાજદ્વારીને ભારતે બોલાવવા અંગેની તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે તે આ તમામ ઘટનાઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
જો કે, આ સમય દરમિયાન તેણે કોઈ પણ અંગત ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે અમે જે પણ કહ્યું છે તે જાહેર નિવેદન છે. ફરી એ જ વાત કહીને, અમે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. આ બાબતે કોઈને પણ વાંધો ન હોવો જોઈએ.
નોંધનીય છે કે આ પહેલા બુધવારે ભારતે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની દેશમાં કરવામાં આવેલી કેટલીક કાનૂની કાર્યવાહી અંગેની ટિપ્પણી પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે દેશની કાયદાકીય વ્યવસ્થાનો બચાવ કરતા કહ્યું હતું કે અમે કાયદાની સ્વતંત્રતા પર ભાર આપીએ છીએ.
આ પણ વાંચો: જર્મની બાદ અમેરિકાએ CM કેજરીવાલની ધરપકડ અંગેનો મુદ્દો ઉઠાવ્યો, જાણો શું કહ્યું