અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમેરિકા પણ તૈયાર, વોશિંગ્ટનમાં નિકળી રેલી
- વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
વોશિંગ્ટન, 17 ડિસેમ્બર : અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિરનું બાકીનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ભારતની સાથે વિદેશોમાં પણ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વોશિંગ્ટન DCમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
#WATCH | Hindu Americans in the Washington, DC area organized a mini car and bike rally at a local Hindu Temple, Shri Bhakta Anjaneya Temple in the street ‘Ayodhya Way’ to celebrate the upcoming Pran Pratishtha’ at the Ayodhya Ram Temple pic.twitter.com/6EQQ1yHHwp
— ANI (@ANI) December 16, 2023
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના ગર્ભગૃહમાં 22 જાન્યુઆરીએ બપોરે 12.45 વાગ્યાની આસપાસ રામલલ્લાને બિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે.
મીની કાર અને બાઇક સાથે રેલીનું આયોજન
મળતી માહિતી મુજબ, અયોધ્યામાં રામ મંદિરના આગામી પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે, USના વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળના હિંદુ અમેરિકનોએ મેરીલેન્ડના સ્થાનિક હિંદુ મંદિર ભક્ત અંજનેય મંદિર ખાતે મીની કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ‘અયોધ્યા વે’ નામના રસ્તા પર નીકળી હતી, જ્યાં કાર સવારો ભવ્ય ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા હતા.
Hindu Americans in the Washington, DC area organized a mini car and bike rally at a local Hindu Temple, Shri Bhakta Anjaneya Temple in the street ‘Ayodhya Way’ to celebrate the upcoming Pran Pratishtha’ at the Ayodhya Ram Temple pic.twitter.com/10KBFKoXim
— ANI (@ANI) December 16, 2023
વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા ડીસી ચેપ્ટરના પ્રમુખ મહેન્દ્ર સાપા, જે આ કાર્યક્રમના આયોજકોમાંના એક છે, તેમણે જણાવ્યું હતું કે, તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વોશિંગ્ટન DCમાં એક ઐતિહાસિક ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. હિંદુઓના 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેથી અમે 20 જાન્યુઆરી, 2024ના રોજ વોશિંગ્ટન DC વિસ્તારમાં લગભગ 1000 અમેરિકન હિંદુ પરિવારો સાથે એક ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ. ઉત્સવમાં રામલીલા, શ્રી રામની કથાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવશે.
ભગવાન રામના જીવન પર 45 મિનિટનું નાટક કરવામાં આવશે રજૂ
અન્ય સહ-આયોજક અનિમેષ શુક્લાએ જણાવ્યું હતું કે, આ ઉત્સવમાં અમેરિકી બાળકોની સમજ મુજબ વિવિધ ઉંમરના બાળકો દ્વારા ભગવાન રામના જીવનનું 45 મિનિટનું સ્ટેજ પરફોર્મન્સ દર્શાવવામાં આવશે. તેમણે બધા પરિવારોને યુએસમાં 20 જાન્યુઆરીએ ઉજવણી તેમજ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં વાસ્તવિક ઉદ્ઘાટનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.
આ પણ જુઓ :અયોધ્યામાં રામલલાની મૂર્તિ કોણ બનાવી રહ્યું છે અને કેવી રીતે થશે પૂજા?