ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઉત્તર કોરિયાના સેટેલાઇટ લોન્ચની અમેરિકાએ કરી ટીકા, કિમ જોંગ ઉનની બહેને સાધ્યું નિશાન

Text To Speech

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેને ગુરુવારે જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવા બદલ ઉત્તર કોરિયાની ટીકા કરવા માટે યુએસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે અમેરિકા ઉપર ‘ગેંગસ્ટર જેવો’ દંભ કરવાનો આરોપ મૂક્યો અને ભારપૂર્વક કહ્યું કે ટૂંક સમયમાં સફળ પ્રક્ષેપણ (ઉપગ્રહનું) કરવામાં આવશે.

ઉત્તર કોરિયાનો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રયાસ 

વાસ્તવમાં, ઉત્તર કોરિયાએ બુધવારે એક જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉત્તર કોરિયા તેમાં નિષ્ફળ રહ્યુ હતું. ઉપગ્રહના લોન્ચિંગ બાદ તરત જ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને ઉત્તર કોરિયાની ટીકા કરી હતી.

અમેરિકાએ ઉત્તર કોરિયાના કરી ટીકા 
અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડમ હોગે જણાવ્યું હતું કે વોશિંગ્ટન, ઉત્તર કોરિયાના જાસૂસી ઉપગ્રહ પ્રક્ષેપણની સખત નિંદા કરે છે. કારણ કે તેણે પ્રતિબંધિત બેલિસ્ટિક મિસાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો, તણાવમાં વધારો કર્યો હતો અને પ્રદેશ અને અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને અસ્થિરતાનું જોખમ ઊભું કર્યું હતું.

કિમ જોંગ ઉનની બહેને અમેરિકાની ઝાટકણી કાઢી

અમેરિકાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કિમ જોંગ ઉનની બહેન કિમ યોએ કહ્યું, “યુએસ તેની વિકૃત વિચારસરણીને કારણે કંઈપણ બકવાસ વાતો કરી રહ્યું છે.” જો અમેરિકાએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લાદવો જ છે, તો અમેરિકા પહેલા તેમના સહિત અન્ય તમામ દેશો પર પ્રતિબંધ મુકે જેઓ હજારો સેટેલાઇટ અગાઉ લોન્ચ કરી ચૂક્યા છે, અમેરિકાએ તેમની પણ નિંદા કરવી જોઈએ. આ આત્મ-વિરોધાભાસ સાથે જોડાયેલા કુતર્ક સિવાય બીજું કંઈ નથી.

આ પણ વાંચો: PM શાહબાઝ શરીફનો ઈમરાન ખાનને આંચકો, કહ્યું- અરાજકતા ફેલાવનારાઓ સાથે વાત નહીં

Back to top button