મોટો ફફડાટ: માણસોમાં પણ ફેલાયો બર્ડ ફ્લૂ, અમેરિકામાં 2 દર્દીમાં પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2025: છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે. યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને રુટીન ફ્લૂ અપડેટમાં કહ્યું છે કે, વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને H5N1 બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ઓહિયોના દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે વાયોમિંગના દર્દી હજુ પણ હોસ્પિટલમાં છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, બંને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, University of Saskatchewan ની વેક્સિન અને સંક્રામક રોગ સંગઠનની વિષાણુ વિજ્ઞાની એંઝેલા રાસમુસેને કહ્યું કે, તેનાથી જાણવા મળે છે કે, H5N1 ખૂબ જ ગંભીર હોઈ શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. હું આ દર્દીમાં H5N1 વિશે ખૂબ જ ચિંતિત છું, જેમની સારાવર આ હોસ્પિટલમાં થઈ રહી છે, જ્યાં કેટલાય ફ્લૂના દર્દી પણ છે.
મરઘા પાલન કરવાથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વ્યોમિંગ સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદનમાં કહેવાયું છે કે, પ્લેટ કાઉન્ટી, વ્યોમિંગના એક વૃદ્ધ મહિલાને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને સ્વાસ્થ્ય સંબંધિત એવી સ્થિતિઓ છે, જે લોકોને બીમારી પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવી શકે છે.
CDC રિપોર્ટમાં દાવો કર્યો છે કે મહિલાને સંક્રમણ ત્યારે થયું, જ્યારે તે મરઘા પાલન કરી રહી હતી. ત્યાર બાદ તેમનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી તરફ ઓહિયો સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદનમાં કહેવાયું છે કે, ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખ્સને H5N1 પોઝિટિવ મરઘા પાલન કરતી વખતે સંક્રમણ થયું.
અમેરિકામાં અત્યાર સુધી વધારે રોગજનક એવિયન ઈન્ફ્લૂએંજાના 70 કેસોની પુષ્ટિ થઈ ચુકી છે. આ છેલ્લે ગયા વર્ષે ગાયોમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટઃ બેડરૂમના વીડિયો જોવા QR કોડ આપ્યા, અલગ અલગ રેટકાર્ડ પણ નક્કી કર્યા