‘Gadar 2’ના પ્રોડક્શન હાઉસ વિશે અમીષા પટેલનો મોટો ખુલાસો, લગાવ્યા ગંભીર આરોપ


22 વર્ષના લાંબા ગાળા બાદ સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર ‘Gadar 2’થી લોકોના દિલ જીતવા આવી રહ્યા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેને જોયા બાદ ચાહકો ફિલ્મ માટે વધુ ઉત્સાહિત છે. પરંતુ આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રોડક્શન હાઉસે ટીમને પૈસા ન આપ્યા – અમિષા પટેલ
ફિલ્મમાં સકીનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અમીષા પટેલે સોશિયલ મીડિયા પર મે મહિનામાં ચંદીગઢમાં ‘Gadar 2’ના છેલ્લા શેડ્યૂલના શૂટિંગ દરમિયાન કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. અમીષાએ ટ્વિટર પર આ વાતનો ખુલાસો કર્યો છે. એક ટ્વીટમાં, તેણે લખ્યું કે ફિલ્મનું નિર્માણ નિર્દેશક અનિલ શર્માના પ્રોડક્શન હાઉસ દ્વારા સંભાળવામાં આવ્યું હતું, પરંતુ પ્રોડક્શન હાઉસે ઘણા કર્મચારીઓની સેલેરી ચૂકવી નથી, મેક-અપ કલાકારોથી લઈને કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ અને ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય ઘણા લોકોને સેલેરી આપી નથી.
કાર ન મળવાને કારણે લોકો રસ્તા પર ફસાયા હતા – અમીષા પટેલ
અમીષાએ એ પણ ખુલાસો કર્યો કે, ‘સેલેરી સિવાય, તે બધાને શૂટિંગ દરમિયાન થયેલા ખર્ચ અને ફ્લાઇટ ટિકિટ જેવા બિલના પૈસા મળ્યા નથી. ઘણા લોકો એવા પણ હતા જે શૂટિંગ માટે આવ્યા હતા, જેમના માટે કોઈ કાર આપવામાં આવી ન હતી, જેના કારણે તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા. પછી બધી સમસ્યાઓ જોઈને ઝી સ્ટુડિયોએ આ મામલે પગલાં લીધા અને દરેકના પૈસા ચૂકવ્યા. પોતાના ટ્વિટમાં અભિનેત્રીએ શારિક પટેલ, નીરજ જોશી, કબીર ઘોષ અને નિશિતનો પણ આભાર માન્યો હતો.

જણાવી દઈએ કે સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બંનેના ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.