ગુજરાતટોપ ન્યૂઝ

લો બોલો, AMCનું રૂ. 21,708 કરોડનું બજેટ વપરાયું જ નથી

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પાછલા 15 વર્ષમાં રૂ. 76,731.05 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તે પૈકી ફક્ત રૂ. 55,225.59 કરોડનું જ બજેટ વાપરવામાં આવ્યું છે અને અંદાજે 30 ટકા એટલે કે રૂ. 21,708 કરોડનું બજેટ વપરાયું જ ન હોવાનો વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી: હેલ્થ પરમિટની સંખ્યાનો આંકડો જાણી રહેશો દંગ 

આગામી વર્ષમાં વાસ્તવદર્શી બજેટ ૨જૂ ક૨વામાં આવે તેવી કોંગ્રેસે માગણી કરી

AMC ભાજપ શાસકો દ્વારા સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ છેલ્લાં 15 વર્ષમાં કરોડોના બજેટમાં રજૂ કરાયેલી મોટી મોટી જાહેરાતોનો અગમ્ય કારણોસર અમલ જ કરવામાં આવ્યો નથી. AMC દ્વારા 2022-23ના વર્ષ માટે રૂ. 9,685.00 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને તે પૈકી રૂ. 6,280.80 કરોડનું બજેટ વાપરવામાં આવ્યું છે અને રૂ. 3,405.00 કરોડનું બજેટ વપરાયું જ નથી. શાસક પક્ષ દ્વારા અપાયેલા વચનો પોકળ પુરવાર થયા છે અને આગામી વર્ષમાં વાસ્તવદર્શી બજેટ ૨જૂ ક૨વામાં આવે તેવી કોંગ્રેસે માગણી કરી છે.

ફુલગુલાબી બજેટ રજૂ કરીને પ્રજાને ગે૨માર્ગે દોરવામાં આવે છે

વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું છે કે, તા. 31 ડિસેમ્બરના રોજ AMC બજેટ રીવ્યુ કમિટીની બેઠક યોજનાર છે. મ્યુનિ. શાસકો દ્વારા દર વર્ષે બજેટ રજૂ કરાયા પછી વર્ષના અંતે બજેટ રીવાઈઝ ક૨વામાં આવે છે. મ્યુનિ. શાસકો દ્વારા ‘ગ્રીન સિટી- ક્લીનસિટી, સ્માર્ટસિટી, ઝીરો વેસ્ટ સિટી, લવેબલ અને લિવેબલ સિટી, સ્વચ્છ અને સ્વસ્થ સિટી થર્ડ ફાસ્ટેસ્ટ સિટી, ડસ્ટ ફ્રી સિટી, અમદાવાદને શાંઘાઈ બનાવવા’ વગેરે જેવા રૂપાળા નામો સાથે દર વર્ષે ફુલગુલાબી બજેટ રજૂ કરીને પ્રજાને ગે૨માર્ગે દોરવામાં આવે છે. મ્યુનિ. શાસકો દ્વારા બજેટમાં મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી.

આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, જાણો તેની ટિકિટ અને પ્રવેશ માટે ના નિયમો 

છેલ્લાં 17 વર્ષમાં ફક્ત કલ્પનાના ઘોડા જ દોડાવ્યા

બજેટમાં મંજૂર કરાયેલી દરખાસ્તો અને નીતિઓનું AMC તંત્ર પાસે અમલ કરાવવા માટે નક્કર આયોજન અને અમલ કરવો જરૂરી છે. મ્યુનિ. શાસકોએ A.C.ચેમ્બરમાં બેસીને છેલ્લાં 17 વર્ષમાં ફક્ત કલ્પનાના ઘોડા જ દોડાવ્યા છે અને નક્કર આયોજન કે અમલ કર્યો નથી. વિકાસના કામો ટલ્લે ચઢવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેવુ પણ જણાવ્યું હતુ.

Back to top button