અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી રાહત આપતો AMCનો નવતર પ્રયોગ
- અમદાવાદમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંક્લર લગાવાયા
- સિગ્નલની નીચે ઊભા રહેલા લોકોને ગરમીમાં રાહત મળે
- ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થશે
અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી રાહત આપવા માટે AMCએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં અમદાવાદમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંક્લર લગાવાયા છે. કાંકરિયા પુષ્પકુંજ ચાર રસ્તે પ્રાયોગિક ધોરણે સ્પ્રિંકલર મૂક્યા છે. ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થશે.
આ પણ વાંચો: અમદાવાદ: સુભાષબ્રિજ RTOમાં 2010 પહેલાના વાહનોના 70 ટકા રેકર્ડ જ મળતા નથી
120 જેટલા જંક્શનને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય
બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્પ્રિંકલર ચાલુ રહેશે. લોકો સિગ્નલ પર ઉભા રહે ત્યારે ગરમીના લાગે તે માટે પ્રયોગ કરાયો છે. પ્રયોગ સફળ રહે તો અમદાવાદના દરેક સિગ્નલ પર સ્પ્રિંકલર મુકાશે. ગરમીમાં લોકો સિગ્નલ પર ઉભા રહે ત્યારે ગરમીના લાગે તે માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. જો પ્રયોગ સફળ રહ્યો તો અમદાવાદના દરેક સિગ્નલ પર સ્પ્રિંકલર મુકાશે. હાલમાં AMC દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તેને વધુ ટ્રાફિક સિગ્નલ પર પણ લગાવવાનું આયોજન છે. તો બીજી તરફ શહેરના 300થી વધુ ટ્રાફિક જંક્શન આવેલા છે, જેમાંથી ઓછો ટ્રાફિક ધરાવતા 120 જેટલા જંક્શનને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમી સાથે પાણીજન્ય રોગચાળો વધ્યો, કેસ જાણી રહેશો દંગ
સિગ્નલની નીચે ઊભા રહેલા લોકોને ગરમીમાં રાહત મળે
અમદાવાદમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આકરા તાપના કારણે બપોરે 12થી 5 સુધી કામથી બહાર જતા અનેક લોકોને હિટવેવની પણ અસર થાય છે. આ વચ્ચે મણિનગરમાં આવેલા ટ્રાફિક જંક્શન ખાતે બે દિવસથી વાહન ચાલકોને રાહત માટે પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેથી સિગ્નલની નીચે ઊભા રહેલા લોકોને ગરમીમાં રાહત મળે. બપોરે 12થી સાંજે 5 સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ અને બંધ થશે. આ માટે તેમાં ટાઈમર પણ સેટ કરવામાં આવ્યું છે.