ગુજરાત

અમદાવાદમાં AMCની બેદરકારી, પાણીની ટાંકીમાં બાળકોએ સ્વીમિંગ પુલની મોજ માણી

  • જવાહરનગર ટયુબવેલ સ્ટેશનમાં બાળકો સ્વીમીંગ કરે છે
  • AMCની ગંભીર બેદરકારી સામે આવી
  • શહેર પ્રમુખ, MLAની AMC કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા જવાહર ટયુબવેલ સ્ટેશનની પાણીની ટાંકીમાં બાળકો સ્વીમિંગ પુલની મોજ માણતા હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાની બાબતને અત્યંત ગંભીર ગણીને શહેર BJP પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે, AMCના વોટર ઓપરેશન વિભાગના કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી અંગે AMC કમિશનર એમ. થેન્નારસનને લેખિત ફરિયાદ કરીને આ મામલે યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે.

આ પણ વાંચો: ભાવનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા 

શહેર પ્રમુખ, MLAની AMC કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ

AMC દ્વારા શહેરીજનોને પીવાનું પાણી પૂરૂં પાડવા માટેના ટયુબવેલ સ્ટેશનોનું કોઈ રણીધણી જ હોવાનું અને આ ટયુબવેલ સ્ટેશનો ‘રામ ભરોસે’ મૂકાયા હોવાનું જોવા મળે છે. આ પ્રકારે બેરોકટોક રીતે પ્રવેશીને પાણીની ઓવરહેડ ટાંકીમાં બાળકો ન્હાતા હોય તે ખૂબ જ બેદરકારી ગણાય અને આવા કિસ્સામાં દુર્ઘટના સર્જાવાની દહેશત પણ રહેલી છે. ટયુબવેલ સ્ટેશન ચલાવવા આપવામાં નિયમોની ચકાસણી થતી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં થયો વધારો, ગુજરાતના 7 જિલ્લામાં ખતરો 

જવાહરનગર ટયુબવેલ સ્ટેશનમાં બાળકો સ્વીમીંગ કરે છે

ITI પાસ માણસ જ ઓપરેટર હોય પણ તમે તપાસ કરશો તો એક પણ ટાંકી પર આવો ક્વોલીફઇડ માણસ હશે નહી. આ ખુબ જ દુઃખ ની વાત છે. નાગરીકોની સલામતી માટે ટયુબવેલ સ્ટેશનમાં એકસ આર્મી મેનની ચોકી રાખશો જેથી ભવિષ્યમા કોઇ દુર્ઘટના ના બને. ગેરકાયદેસર રીતે ટયુબવેલ સ્ટેશનમા પ્રવેશ ના કરે તેવી વિનંતી છે. વાસણા વિસ્તારમાં પૂરું પાડતી ઓવરહેડ પાણીની ટાંકીમાં કેટલાક બાળકો નહાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અન્ય ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં પણ પંપો કાર્યરત નથી જેથી આ તમામ બાબતે મ્યુનિસિપલ કમિશનર ધ્યાન આપે તેવી રજૂઆત પણ કરી છે.

આ પણ વાંચો:  અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે અસલી પત્તા ખુલશે

જવાહરનગર ટયુબવેલ સ્ટેશનમાં બાળકો સ્વીમીંગ કરે છે

AMC કમિશનર એમ. થેન્નારસનને લખેલા પત્રમાં MLA અમિત શાહે જણાવ્યું છે કે, વાસણા વિસ્તારને પીવાનુ પાણી પુરૂ પાડતા જવાહરનગર ટયુબવેલ સ્ટેશનમાં બાળકો સ્વીમીંગ કરે છે અને ઓવરહેડ ટાંકી પર પણ ચઢી જાય છે. તાજેતરમાં ભારે વરસાદ પડતાં પાલડી શારદા ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન પર તપાસ કરી હતી. ખુબજ ભરાયેલા પાણી હોવા છતા ત્રણ ચાલવા જોઇએ તેની જગ્યાએ એક જ પંપ ચાલતો હતો. આના કારણે પણ પાણી જલ્દી ઉતરતા નથી.

Back to top button