- અધિકારીઓને તમામ જાણકારી હોવા છતાં પણ ‘આંખ આડા કાન’
- AMCની વ્યવસ્થિત સફાઈ કામગીરીના અભાવે કેચપીટો જામ થઈ
- સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ જળબંબાકાર માટે જવાબદાર
અમદાવાદમાં વરસાદથી પાણી ભરાતા AMCની સફાઈ કામગીરીનો અભાવ સામે આવ્યો છે. જેમાં AMCની વ્યવસ્થિત સફાઈ કામગીરીના અભાવે કેચપીટો જામ થઈ છે. તેથી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. તેમજ 9,713 ખાડા પુરાયા છે. તથા 192 ખાડા-ભૂવા પૂરવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સિંગતેલના ભાવમાં આસમાને જશે, જાણો શું છે કારણ
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ જળબંબાકાર માટે જવાબદાર
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવ જળબંબાકાર માટે જવાબદાર છે. જેમાં શહેરમાં 9,907 ખાડા પડયા હતા અને તે પૈકી 9,713 ખાડા પૂરી દેવાયા છે. અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં 9,907 ખાડા પડયા હતા અને તે પૈકી 9,713 ખાડા પૂરી દેવાયા છે અને 192 ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 58 ભૂવા પડયા હતા અને તે પૈકી 6 ભુવાની કામગીરી ચાલે છે.
આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રામાં કરોડો રૂપિયાના સોપારીકાંડ હવે પત્તા ખુલશે
અધિકારીઓને તમામ જાણકારી હોવા છતાં પણ ‘આંખ આડા કાન’
બોપલમાં 7 ઈંચ સહિત શહેરમાં સરેરાશ 5 ઈંચથી વધુ વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા માટે AMC દ્વારા સફાઈ કામગીરી યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરાતી ન હોવાથી ગટરો અને કેચપીટો પર કચરો, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના થર જામી જવા, 2,500 કિ.મી.ના રોડ ‘વોટ ટુ વોલ’ બનાવવા, વરસાદી પાણી વહન કરવાની ઓછી કેપેસિટી ધરાવતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ફક્ત 930 કિ.મી.નું સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક વગેરે જેવા કારણોને જવાબદાર ગણવામાં આવે છે. AMCના ઇજનેર વિભાગના અધિકારીઓને તમામ જાણકારી હોવા છતાં પણ ‘આંખ આડા કાન’ છે.