ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા વધતા AMC પાર્કિંગ પોલિસી પર કરશે કામ

Text To Speech
  • તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે
  • વિસ્તાર અને સમય મુજબ ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે
  • પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે

અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા વધતા AMC પાર્કિંગ પોલિસી પર કામ કરશે. શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેની પાછળ એક મહત્વનું કારણ છે કે રોડ પર થતા આડેધડ પાર્કિંગ.

આ પણ વાંચો: ગુજરાત: ક્લબ બનાવવાના નામે લાખો રૂપિયા ઉઘરાવી અનેક લોકો સાથે ઠગાઇ કરાઇ

પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે

AMCએ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન હતુ પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે. પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે. હાઇકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવે છે તેમ છતાં AMC દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 એજન્સીઓને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. હાલમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સર્વેની કામગીરી કરી કયા સમયે કયા વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે. કયા વધારે રોડ પર પાર્કિગ સમસ્યા છે આ તમામ બાબતનો સર્વે કરવામાં આવશે અને એએમસીને રીપોર્ટ સોંપવામાં આવશે.

તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે

AMC દ્વારા અગાઉ સરવે કરાયો એ મુજબ 2011 મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જે પૈકી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હિલર હતા જ્યારે 1 લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને 2 લાખ 63 હજાર 205 ફોર વ્હિલર હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. એટલે કે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે. અને પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

વિસ્તાર અને સમય મુજબ ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે

એજન્સી દ્વારા આ ત્રણ ઝોનમાં બેંક, પ્લોટ, સ્કૂલ પ્લોટ કે પછી કોઈ સોસાયટીનો મોટો પ્લોટ હોય જેમાં રાત્રિ પાર્કિગ થઈ શકે છે તેનો સર્વે કરવામાં આવશે અને એ વિસ્તાર અને સમય મુજબ તેના ચાર્જ નક્કી કરી રિપોર્ટ AMC સત્તાધીશોને સોંપશે અને ત્યાર બાદ નવી પોલિસી પર કોર્પોરેશન કામગીરી કરશે.

Back to top button