અમદાવાદમાં AMC બાજનજર માટે AIનો ઉપયોગ કરશે, આ નિયમોનો ભંગ કરશો તો થશે દંડ

- ખાસ સોફ્ટવેરને 5,000 CCTV અને કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવશે
- વિવિધ સેવાઓ અને નિયમોના ભંગ 20થી વધુ બાબતો અંગે મેમા ફ્ટકારશે
- BRTSમાં વાહન ચલાવવું, રસ્તા પર ગંદકી-થૂંકવું, દબાણો અંગે મેમો આવશે
અમદાવાદમાં AMC બાજનજર માટે AIનો ઉપયોગ કરશે. હવે BRTSમાં વાહન ચલાવવું, રસ્તા પર ગંદકી-થૂંકવું, દબાણો અંગે મેમો ફટકારાશે. 20થી વધુ નિયમોનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. 4 મહિનામાં કાર્યરત થનાર ખાસ સોફ્ટવેરને 5,000 CCTV અને કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજકોમાસોલ ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે
વિવિધ સેવાઓ અને નિયમોના ભંગ 20થી વધુ બાબતો અંગે મેમા ફ્ટકારશે
AMC દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 5,000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને 20 થી વધુ નિયમોના ભંગ બદલ પણ મેમો આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ હેતુસર AMC દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે અને ત્રણ – ચાર મહિના બાદ આ સોફ્ટવેર કાર્યરત થઈ જશે અને શહેરના લાગેલા તમામ CCTV કેમેરા અને કંટ્રોલરૂમ સાથે તેને જોડી દેવાશે. આ હેતુસર ટેન્ડર પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે. આમ, અત્યાર સુધી ફક્ત ટ્રાફિક- રેડ સિગ્નલ ભંગના મેમાં આપવામાં આવતા હતા, પરંતુ હવે AMCની વિવિધ સેવાઓ અને નિયમોના ભંગ 20થી વધુ બાબતો અંગે મેમા ફ્ટકારશે.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી લોકમેળાનો પ્રારંભ, ભકતોનું મહેરામણ ઉમટશે
આ હેતુસર ટેન્ડર પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે
અધિકારીએ જણાવ્યું હતું કે, રેડ સિગ્નલ ભંગ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, રોંગસાઈડ, સીટ બેલ્ટ વિના અને હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવું, ત્રણ સવારી, દિવસમાં ભારે વાહનોની અવર જવર, નો- પાર્કિંગ સ્થળે વાહન પાર્કિંગ, BRTS લેનમાં વાહન ચલાવવું, જાહેર રોડ પર થૂંકવાનું, રખડતા પશુ, ભારે વાહનો દ્વારા મટિરિયલ કવર કર્યા વિના લઈ જવા, જાહેર રોડ ઉપર કચરો, ટ્રાફ્કિ સિગ્નલ બંધ હાલતમાં, લાઈટના થાંભલા, ફૂટપાથ તૂટેલી હોય, રોડ ઉપર ખાડા, પાણી ભરાવવા ગેરકાયદેસર દબાણો સહિતમાં મેમો આપવામાં આવશે. ટ્રાફ્કિ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં માત્ર સિગ્નલ તોડતા લોકોને જ મેમો આપવામાં આવતો હતો. પરંતુ હવે ખાસ સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. આ હેતુસર ટેન્ડર પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે. શહેરીજનો દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરવી, પાન- મસાલાની પિચકારી મારવી, વગેરે જેવા જાહેર આરોગ્ય સંબંધિત નિયમોનો ભંગ કરનારા સામે AMCના દ્વારા આ મામલે કાર્યવાહી કરાશે.