
- શહેરમાં રોડ ડસ્ટ, ધૂળના રજકણને કારણે એર પોલ્યુશનમાં વધારો થયો છે
- રૂ. 44 લાખના ખર્ચે મીસ્ટ વાન ખરીદવામાં આવી છે
- ટ્રાન્સપોર્ટેશનમાં એર પોલ્યુશનને અંકુશમાં લેવામાં સફળતા મળશે
અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC મિસ્ટ વાનનો ઉપયોગ કરશે. જેમાં પ્રદૂષણથી શ્વાસ, ફેફસાં, હાર્ટની તકલીફોમાં વધારો થતાં નવો પ્રયોગ શરૂ કરાશે. વૃક્ષોના પાંદડા પર જામેલી ધૂળ દૂર કરી શોષી લેવા મિસ્ટ મશીનો ખરીદાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીની જમીનમાં ફાયદો, જાણો વાવેતર કેટલા ટકા વધ્યું
રૂ. 44 લાખના ખર્ચે મીસ્ટ વાન ખરીદવામાં આવી છે
રોડ ડસ્ટ, ધૂળના રજકણને કારણે એર પોલ્યુશનમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટીમાં સુધારો કરવા માટે રૂ. 44 લાખના ખર્ચે મીસ્ટ વાન ખરીદવામાં આવી છે. મિસ્ટ મશીન દ્વારા ડાબી અને જમણી બાજુએ કેનન ફરતી રાખીને 25 માઈક્રોનની સાઈઝના વોટર પાર્ટિકલ્સ સ્પ્રે કરવામાં આવે છે અને તેના પરિણામે 90થી 95 ફુટની લંબાઈના એરિયામાં હવામાં રહેલા ડસ્ટના પોલ્યુશનમાં ઘટાડો જોવા મળે છે. અમદાવાદની હવામાં રોડ ડસ્ટ, ધૂળના રજકણને કારણે એર પોલ્યુશનમાં વધારો થતો હોય છે અને તેના કારણે શહેરમાં ફેફસાં, શ્વાસ અને હાર્ટની બિમારી ધરાવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: જૂનાગઢ ગેસની લાઈનમાં વિસ્ફોટ થતા દોઢ કિલોમીટર સુધી મકાનો ધ્રુજી ઉઠ્યા
શ્વાસ, ફેફસાંના દર્દીઓની હાલાકી હળવી થશે
આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો પરના મોટાં ઝાડના પાંદડા વગેરે પર જામી જતી ડસ્ટ- ધૂળ દૂર કરવા માટે વધુ મિસ્ટ મશીન ખરીદવામાં આવશે. જેના પરિણામે અમદાવાદની એર ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો થશે અને એર પોલ્યુશનમાં ઘટાડો થશે અને તેના લીધે શ્વાસ, ફેફસાંના દર્દીઓની હાલાકી હળવી થશે.
ટ્રાન્સપોર્ટેશનમાં એર પોલ્યુશનને અંકુશમાં લેવામાં સફળતા મળશે
AMC દ્વારા શહેરની એર ક્વોલિટીમાં સુધારો કરવા અને નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે એર ક્વોલિટી ઈમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મીસ્ટ વાન ખરીદવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા કચરાનો પિરાણા ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરાય છે અને ડમ્પિંગ સાઈટ પર કાર્યરત બાયો-માઈનિંગ પ્રોજેક્ટની જુદી જુદી મશીનરીઓ દ્વારા સતત થતી કામગીરીને કારણે વેસ્ટ સેગ્રેગેશનની કામગીરી દરમિયાન હવામાં ફેલાતી ડસ્ટને કારણે એર પોલ્યુશનમાં વધારો થતો જોવા મળે છે. મીસ્ટ વાન દ્વારા C & D વેસ્ટના નિકાલ અને ટ્રાન્સપોર્ટેશનમાં એર પોલ્યુશનને અંકુશમાં લેવામાં સફળતા મળે છે. મિસ્ટ મશીનનો ઉપયોગ કરીને આ કામગીરી દરમિયાન સતત મિસ્ટ સ્પ્રે કરવામાં આવે છે અને 25 માઈક્રોનની સાઈઝના વોટર પાર્ટિકલ્સ સ્પ્રેના પરિણામે 90થી 95 ફૂટની લંબાઈના એરિયામાં હવામાં રહેલા ડસ્ટના પોલ્યુશનમાં ઘટાડો જોવા મળે છે.