ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

શહેરમાં પાણી ન ભરાય તે માટે AMCએ લીધો મોટો નિર્ણય, આ રીતે કરશે સમસ્યાનું સમાધાન

Text To Speech

અમદાવાદમાં ચોમાસા દરમિયાન શહેરના સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે હેતુથી ગઈકાલે પ્રિ-મોનસુન વ્યવસ્થા માટે બેઠક યોજવામાં આવી હતી. મેયર કિરીટ પરમાર સહિત વિવિધ વિભાગના પ્રિ-મોનસુન કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉનાળા બાદ ચોમાસાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 45 સ્થળો એવા શોધી કાઢ્યા છે જય સૌથી વધારે પાણી ચોમાસામાં ભરાતા હોય. આ સ્થળોને ઓળખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના માટે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. મેયર કિરીટ પરમારે ગઈકાલે જણાવ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અત્યાર સુધીમાં શહેરમાં 45 મોટા પાણી ભરાતા સ્થળોને શોધી કાઢ્યા છે, જેને રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ (RCC) અને વ્હાઇટ ટોપિંગથી સમતળ(લેવલ) કરવામાં આવશે.

આ પણ વાંચો : જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી કેમ પાછું ખેંચી લેવામા આવ્યું ? આ રહ્યું કારણ

 

આ પણ વાંચો : PM મોદી આવતીકાલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશનનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં શહેરમાં હાલ ચાલતા રોડ, રસ્તા અને ગટરના કામો યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા પૂરા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગતરોજ યોજાયેલ બેઠકમાં પ્રિમોન્સુન કામગીરી અંગે જરૂરી સૂચનો મોન્સુનની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને આપવામાં આવ્યા હતા. વધુમાં ચોમાસામાં શહેરના નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે તાકીદે કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ મિટિંગમાં મેયર સાથે ડેપ્યુટી મેયર, પ્રભારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિવિધ કમિટીનાં ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ વિભાગોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button