- કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોક બંધ રાખવામાં આવશે
- તમામ એક્ટિવિટીઝ તેમજ અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ
- આજથી રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનોડ, અટલ બ્રિજ, કાંકરિયા બે દિવસ બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિપરજોય વાવાઝોડાને પગલે અમદાવાદમાં સર્જાનારી પરિસ્થતિને પહોંચી વળવા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની 18 ટીમ, 6 જેટલી રેસ્કયુ ટીમ, ઈલેક્ટ્રીક કટર, સહિત સાધનો સાથે હેલ્થ, સોલીડ વેસ્ટ, એન્જિનીયરીંગ સહિત વિભાગોના સ્ટાફને ખડે પગે રખાયો છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ
તમામ એક્ટિવિટીઝ તેમજ અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ
બિપોરજોય વાવાઝોડાને સંભવિત અસરોને પગલે શહેરમાં તોફાની પવન ફુંકાવા સાથે મૂશળધાર વરસાદ ખાબકવાની શક્યતાને ધ્યાનમાં લઈને AMC દ્વારા તા. 15 જૂન, ગુરૂવારે બપોરથી અને તા. 16 જૂનના રોજ સુધી સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ છેડા પર લોઅર પ્રોમિનોડ સહિત તમામ એક્ટિવિટીઝ તેમજ અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.
કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોક બંધ રાખવામાં આવશે
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં લઈને તકેદારીના ભાગરૂપે શહેરીજનોની સુરક્ષા અને સલામતીના કારણોસર કાંકરિયા ઝૂ, કિડ્ઝ સિટી, બાલવાટિકા, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક તેમજ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોક બંધ રાખવામાં આવશે.