ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMC તંત્ર દ્વારા શહેરમાં વિવિધ એકમો સીલ કર્યાં પણ ખોલવા કોઈ અરજી નહીં

Text To Speech
  • હોટલો, રેસ્ટોરેન્ટ, મલ્ટિપ્લેક્સ, શાળા, કોલેજો, હોસ્પિટલો સહિતના એકમો સીલ કરાયા
  • સીલ કરાયેલા એકમોને ફાયર NOC, BU મેળવવામાં રસ ન હોવાનું માનવામાં આવે છે
  • ફાયર NOC અને BU અંગે 100 ટકા પાલન કરનાર એકમોના જ સીલ ખોલાશે

અમદાવાદમાં AMC તંત્ર દ્વારા શહેરમાં વિવિધ એકમો સીલ કર્યાં પણ ખોલવા કોઈ અરજી નહીં. જેમાં સીલ કરાયેલા એકમોને ફાયર NOC, BUમાં રસ નથી. ફાયર NOC અને BU અંગે 100 ટકા પાલન કરનાર એકમોના જ સીલ ખોલી આપવામાં આવશે. તેમજ સીલ કરાયેલા એકમો દ્વારા નિયમોનું પાલન તેમજ સર્ટિફિકેટની ખરાઈ કર્યા સીલ ખોલવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર 

સીલ કરાયેલા એકમોને ફાયર NOC, BU મેળવવામાં રસ ન હોવાનું માનવામાં આવે છે

રાજકોટના ગેમિંગ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે સફાળા જાગેલા AMC તંત્ર દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતી પ્રિમાઈસિસમાં હાથ ધરેલી ચેકિંગ ઝુંબેશ દરમિયાન ફાયર NOC અને BU વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા છે. AMC દ્વારી સીલ કરાયેલા એકમો પૈકી કોઈપણ એકમ દ્વારા ગેરકાયદે બાંધકામ કે વધારાના બાંધકામને રેગ્યુલરાઈઝ કરાવવા, BU મેળવવા વગેરે માટે અરજી કરવામાં આવી નથી. આમ, શહેરમાં સીલ કરાયેલા એકમોને ફાયર NOC, BU મેળવવામાં રસ ન હોવાનું માનવામાં આવે છે.

ફાયર NOC અને BU અંગે 100 ટકા પાલન કરનાર એકમોના જ સીલ ખોલાશે

ફાયર NOC અને BU અંગે 100 ટકા પાલન કરનાર એકમોના જ સીલ ખોલી આપવામાં આવશે. AMC દ્વારા શહેરમાં હોટલો, રેસ્ટોરેન્ટ, મલ્ટિપ્લેક્સ, શાળા, કોલેજો, હોસ્પિટલો, વગેરે સહિતના એકમો સીલ કરવામાં આવ્યા હતા. સીલ કરવામાં આવેલા એકમો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને તે અંગેના સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવ્યા પછી જ સીલ ખોલવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારની ગાઈડલાઈન અને સૂચનાનો કડક અમલ કરવામાં આવશે.

Back to top button